બ્રહ્મક્ષેત્રની રચના અને વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિ
મ હિષાસુરનો વધ કરવા માટે દેવી સાક્ષત્ પ્રગટ થયાં ત્યારે શ્રી વિશ્વકર્મા એજ તેમને મુગુટ, કુંડલો, રત્નજડિત, કંકણો, ગોઠ-પાટલીઓ, શુભહીરાની બિંદી બાજુબંધ બેરખા, નૃપુરો, ચંદ્રહાર કંડી, વિગેરે ગળામાં પહેરવાના અલંકારો (દાગીના) આંગળીઓના વેઢ તથા રત્નજડીત સુંદર મુદ્રિકા ઈત્યાદિ અને પરશુ વિગેરે શાસ્ત્રા શસ્ત્રો તૈયાર કરી દેવીને સમર્પણ કરી, માને સંતુષ્ટ કર્યા હતાં, (તેજ પ્રમાણે પોતાના મન્વાદિ પુત્રો સદવર્તમાન શ્રી વિશ્વકર્માએ દ્વારકા નિર્માણ કરીને શ્રી કૃષ્ણને પણ પસન્ન કર્યા હતા તે સુપ્રસિધ્ધ છે. પછી જગદંબાએ મહિષાસુરનો વધ કરી બીજા રાક્ષસોનો નાશ કરી દેવતાઓનાં અનેકવિધિ કાર્ય સાધ્યાં હતાં. તે પછી સર્વે દેવતાઓ મળી માતાજીની સ્તુતી કરી પછી જગદંબા માતાજી પ્રસન્ન થયાં. શક્તિએ વરદાન માગવા કહ્યું ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા કે. હે માતા? આપ જો પ્રસન્ન થયાં હોય તો અમારી પ્રાર્થના છે કે - આપ આં બ્રહ્મક્ષેત્રમાં વાસ કરી નિરંતર રહો; અને જ્યારે ભક્તો ઉપર સંકટ આવે ત્યારે પુન: પ્રકટ થઈ તેમના સંકટોને દૂર કરો. પછી શ્રી જગદંબા મુર્તિસ્વરૂપે વાસ કરવા લાગ્યા; તે સ્થાન હાલ બ્રહ્મક્ષેત્ર અર્થાત્ ખેડબ્રહ્મા ગામના નામથી ઓળખાય છે. અને ઈડરથી ૧૭ માઈલ દુર છે.
- જગદીશ સુથાર