Get The App

મનમાંથી ભ્રમનું નિરાકરણ એજ ચિત્તશુધ્ધિ સત્વ સંશુધ્ધિ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
મનમાંથી ભ્રમનું નિરાકરણ એજ ચિત્તશુધ્ધિ સત્વ સંશુધ્ધિ 1 - image


જો તમે તમારા જીવનની અવિભાજ્યતાનો અંતકરણની શુધ્ધતા પૂર્વક સ્વીકારશો એટલે કે સત્વ સંશુધ્ધતા પૂર્વક સ્વીકારશો અને આજના ધર્મે ઊભા કરેલ ભ્રમ ભય ભ્રમજાળ ને સ્વસ્થ ચિત્તે તોડવાનું અને અભય બની અંતરની આત્મિક સત્ય સ્વરૂપની અભિપ્સા પુર્વક તમારા પોતાના અંતર આત્માના સત્યના આધારે જ ચાલવાનું સાહસ કરશો તો તમો અંતરથી અવિભાજ્ય તમારા સમગ્ર જીવનનું ઊર્ધ્વી કરણ કરી આનંદ પૂર્વક જીવી શકશો. જીવનમાં આનંદ એ શાંતિ કે સુખ નથી, પણ સુખ અને શાંતિ બંનેની ઉપર અવસ્થા છ, જેને કહેવામાં આવે છે, આત્માનો હર્ષોલ્લાસ અને તમારા આધ્યાત્મિક જીવનનું ઉચ્ચ ઊર્ધ્વ ગમનનું સવોચ્ચ શિખર અને આત્માનો પરમ આનંદ ઉપલબ્ધ થાય એ જ સર્વ પ્રકારના દુખોથી મુક્તિ છે, એ જ મોક્ષ,

મોક્ષનું બીજું નામ છે અપવર્ગમાં આત્મિક સત્ય અને અભિપ્સા દ્વારા સ્થિરતા, આમ મોક્ષ એટલે વિકારોમાંથી મુક્તિ, દુખની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે, આમા જીવનમાં આત્મિક અંતરની સાધના દ્વારા દુખનો સમૂળગો નાશ કે તે ફરી કદી જીવનમાં દેખાય જ નહિ તેવું જીવન જીવવું આત્મિક સત્યસ્વરૂપ આવશ્યક બને છે, આમ ફરી પાછું તેનું આગમન થાય નહિ, તેવું સત્યના અભિપ્સા પૂર્ણ જીવન જીવવાનું હોય છે. એટલે કે આપણી પોતાંની જ પરમ ચેતનામાં સતત સ્થિર થઈને આત્મિક સત્ય અનુસાર જીવન જીવવાની અભિપ્સા રાખવાની છે, આ છે આત્મિક સત્યની જીવન સ્થિતિ, પછી જેમાં દુખ એટલે જન્મ પ્રવૃત્તિ, રાગ દ્વેષ અને મોહ ગ્રસ્ત જીવનમાંથી સદાય મુક્તિ અને આત્મિક સત્ય સ્વરૂપ જીવનની ઉપલબ્ધિ,

આમ આત્મિક સત્ય સ્વરૂપ થઈને સત્યની આંતર સાધના કરીને દોષ એટલે ધર્મ અધર્મ અને મિથ્યા જ્ઞાાનમાંથી ઉત્તરોત્તર બધાનો આંતર સત્યની સાધના દ્વારા નાશ કરવો અને આ બધાનો અભાવ થવાની જ મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે, આમ આત્મિક સત્યની સાધના દ્વારા શરીરથી મુક્ત થયા પછી માત્ર આત્માના દુખનો જ નહિ, પરંતુ સુખનો પણ અંત આવવો જોઈએ, આવું મુક્તાત્મા સ્વરૂપ આત્મિક સત્યની સાધના દ્વારા જ સુખ દુખથી પર તદ્દન જીવન પ્રાપ્ત થાય છે અનુભૂતિ રહિત બિલકુલ અચેતન જેવું જીવન બની જાય છે, પણ પોતે આમ પરમ જ્ઞાાનનો ભંડાર રહે છે, એનું નામ સર્વજ્ઞાતા છે,

- તત્વચિંતક વિ. પટેલ

Tags :