જ્ઞાનદાન પછી અન્નદાન મહત્ત્વનું છે. આપણા ધર્મગ્રંથોમાં દાનીઓની સારી પ્રશંસા થઈ છે. કર્ણ દાનેશ્વરી શિબી ચક્રવર્તી અને બલીરાજાનાં દાનની ગાથાઓ ઘેર ઘેર જાણીતી છે. દાનના ઉત્તમ કર્મો વડે આ ત્રણ જણ અમર બની ગયા છે. વેદ કાળમાં એક બ્રાહ્મણ કુટુંબ એમના દાનના સ્વભાવ માટે આદર્શરૂપ બની ગયું. દેશમાં દુકાળ વ્યાપ્યો હતો. તેવા કપરા સમયમાં પણ એ કુટુંબનાં બધા જ સભ્યો એક ભુખ્યા ભિક્ષુકને જમાડતા રહ્યા અને ભુખ્યા રહીને મૃત્યું પામ્યા. પરન્તુ કથા કહે છે કે એથી એમની સદ્દગતી થઈ અને તત્કાળમાં સ્વર્ગલોકમાં એક સાથે જ સ્થાન પામ્યા.
અન્નદાનની બીજી એક કથા પણ જાણીતી છે. એકવાર રાજા રામચંદ્ર મહેલમાં સ્નાન કરવા બેઠેલા હશે. ત્યારે દ્વાર આગળ અન્નની ભિક્ષા માંગનારે મોટેથી યાચના કરી. રામે ન્હાતા-ન્હાતા પત્નીને કહ્યું બારણે જે ભિક્ષુક આવ્યો છે. તે ત્રણ જન્મનો ભિક્ષુક છે. એને સત્વર અન્ન આપો. અને અન્ન તો અપાઈ ગયું. તે પછી પણ તે ભિક્ષુક દ્વાર આગળથી ખસ્યો નહીં. રામ બહાર આવ્યા ત્યારે તેને જોઈ પુંછયું તને ભિક્ષા મળી ગઈ છતાં હજી કેમ ઉભો છે. ભિક્ષુક કહે તમે મને ત્રણ જન્મનો ભિખારી કેમ કહ્યો ? એનો ખુલાસો જાણ્યા વગર હું જતો રહું એટલો હું મુર્ખ નથી માટે જે સત્ય હકીકત હોય તે મનો કહો. એ જાણી ને તમારે શું કરવું છે. એમ કેમ કહો છો. રાજન ? ભિખારી થવામાં કેટલું દુ:ખ છે. તે તો મેં આ જન્મમાં અનુભવ્યું છે. અને હવે તમે મને ત્રણ જન્મનો ભિખારી કહ્યો છે. એ સાંભળ્યા પછી મારા ગાત્રો જ ગળી ગયા છે. કેમ કરીને હું એ દુ:ખ સહન કરી શકીશ. ત્યારે રામચન્દ્રે એને કહ્યું તારે જાણવું છે. તો સાંભળ. હે બ્રાહ્મણ ગયા જન્મમા તારે ધન અને અન્નની છત હતી. પરન્તુ એમાંથી તે કશું જ દાનમાં આપ્યું નહીં. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે દાન નથી કરતો તે ભિક્ષુક સમાન છે. એટલે મે તને ગયા જન્મનો ભિક્ષુક કહ્યો. પછી તને આ જન્મ મળ્યો. ગયા જન્મનો મનનો ક્ષુદ્ર રહ્યો. તેથી આ જન્મે પણ ભિક્ષુક જ રહ્યો. તેનો તને પ્રત્યક્ષ અનુભવ થયો છે. હવે તારા દુ:ખની વાત સાંભળ આ જન્મમાં દાન કરવા જેવું તારી પાસે કાંઈ જ નથી. એટલે તારાથી દાન થઈ શકવાનું નથી. અને તારો આ જન્મ બગડયો. એટલું જ નહીં હવે પછીનાં જન્મમાં પણ તું ભિક્ષુક જ રહીશ. આથી મેં તને ત્રણ જન્મનોં ભિક્ષુક કહ્યો. શ્રી રામચંન્દ્રની વાણી ભિક્ષુક સાંભળતો ગયો તેમ તેમ એનાં અંતરમાં નિરાશાનાં ઘોર વાદળ ઘેરાતા ગયા. એની નિસ્તેજ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ બોલ્યો તમે જે કહ્યું તે સત્ય હોવું જ જોઈએ. પરન્તુ મારા આ દુર્ભાગ્યને પલટાવવાનો માર્ગ પણ પ્રભુ તમે મને બતાવો મારે ભવોભવનાં ભિખારી નથી રહેવું રામે અને શાન્ત થવા કહ્યું. મહેલમાંથી જળ મંગાવીને પાયું એને ભોજન કરાવતા કહ્યું જો ભાઈ નિરાશ થયે કાંઈ વળે નહીં. હીંમત તો રાખવી જોઈએ. તારે ભયભીત ન થવું. આજથી તું પણ નિશ્ચય કરી લે કે તને જે ભિક્ષામાંથી જે અનાજ મળે તે બધું તારે રાંધી લેવું. એમાંથી આવતી કાલની ફીકર રાખી. એ દાણો પણ સંતાડવો નહીં. પછી એ રાંધેલુ અન્ન તારે જમવું અને એમાંથી બીજાને પણ જમાડવા, આમ કરતાં કરતાં તું પણ દાનને માર્ગે આવી જઈશ. નાના દાન કર્મોથી સંતુષ્ટ બનીને મોટા દાન કરવાનું સદ્દભાગ્ય તને પણ પ્રાપ્ત થશે. ભગવાનનું કરવું. એ બીજે દીવસે એને વધારે અન્ન મળ્યું. તેથી કેટલાય ભિક્ષુકોનો એ આશ્રય દાતા બન્યો.
- ચેતન એસ. ત્રિવેદી


