ભગવદ્ ગીતાનાં બીજા અધ્યાયમાં સ્થિરબુદ્ધિના લક્ષણોનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ંમુખેથી કર્યું છે, જુઓ,
दुःखेषु नु द्विग्न मनाः, सुरवेषु विगत स्पृहाः।
वितरणः भय क्रोधः ?, स्थितहतिः मुनिः उव्यते ।। 56
દુ:ખોની પ્રાપ્તિ થતાં જેનાં મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પ્રહા હોય છે. જેનાં રોગ, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે. એવા મુનિને સ્થિર બુધ્ધિવાળો કહે છે. સંસારનાં પદાર્થો ઉપર જેને મનનો રંગ લાગી જાય તેને રાગ કહે છે. જ્યાં સુધી અંશિક રૂપથી, ઉદ્વેગ, સ્પૃહા, રાગ, અનુરાગ છે ત્યાં સુધી સાધક તેમાં આશક્ત થઈ રહે છે. તેમાંથી સર્વથા રહિત થવાથી તે વિતરાગી બની જઈ સિધ્ધ થાય છે. વાસના-કામના વગેરે સઘળા એક રાગનાં સ્વરૂપો છે. તેનું બીજુ નામ ''આસક્તિ'' છે. તેથી જ શ્રી કૃષ્ણ કહે છે કે असको हयाचरंकर्म परमात्मापाप्नामि ।। (ગીતા ૩/૧૯)
''નિરંતર આસક્તિ''વિનાનો થઈને હે અર્જુન હેમંશ કર્તવ્ય કર્મોને સતત કરતો રહે'' તોજ કર્મફળના બંધનોમાંથી મુક્તિ થવાશે. (ભગવત્ ગીતા અ-૩-રાગ-વિરાગ ડૂબાડે છે કે જ્યારે ''વિતરાગ જીવનને તારે છે જીવન સુધારે છે.


