હરિ અને હર
હરિ અને હર બન્નેનું માનવ જીવનમાં અનોખું સ્થાન અને મહત્વ છે. મહાદેવ માટે હર હર મહાદેવ શબ્દ વપરાય છે. હરિ અને હર બન્ને એક જગ્યાએ સાથે હોય તેવી જગ્યા એટલે ભગવાન સોમનાથ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ. હરિ હરની અને હર હરિની એકબીજાની ઉપાસના-સ્તુતિ કરે છે. હરિના હાથમાં સુદર્શન ચક્ર છે તો હરના હાથમાં ત્રિશુલ તથા ડમરૂ. આપણે ત્યાં ધાર્મિક સ્થળોએ પ્રસાદીના સમયે હરિ હરનો સાદ પડયો તેમ કહેવાય છે.
એક જાણીતું સંસ્કૃત વાકય છે :
લાભસ્તેષાં જપસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ ।
દ્વેષાં દ્રદિસ્થો ભગવાન મંગલાયતનં હરિઃ ।।
હરિની ઉપાસના પરમ આનંદ આપે છે સહુનું મંગલ કરે છે. "હરિ શરણં હરિ શરણં" તથા 'હરિ ઁ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા' એ જાણીતી ધુન છે.
ભગવાન નારાયણ સ્વયં વૈદ્ય છે વૈદ્યો નારાયણો હરિઃ । કહ્યું છે ભગવાન વિષ્ણુ શબ્દશાયી છે ગરૂડ પર સવારી કરે છે. હર માટે પવિત્ર સ્થાન કૈલાસ પર્વત છે. હર કી પૌડી તથા હરદ્વાર શિવજીને પ્રિય છે. હરદ્વારને હરિદ્વાર પણ કહે છે.
હરને ત્રિનેત્ર છે. હરિ ચતુર્ભુજ સ્વરૂપે બીરાજે છે. હરિને તુલસી, યમુના, ગરૂડ તથા લક્ષ્મી પ્રિય છે. શિવને સર્પ, ગંગા, બીલીપત્ર, ધતુરો તથા પાર્વતી પ્રિય છે. શિવને નંદી તથા વિષ્ણુને ગરૂડ પ્રિય છે. હર કૈલાસ પર્વત પર તો વિષ્ણુ સાગર પર બીરાજે છે. શિવનું આભુષણ સર્પ છે : વિષ્ણુનું આભુષણ શંખ, ચક્ર, ગદા છે. પીપળાનાં વૃક્ષમાં શ્રીવિષ્ણુ અને શિવજી બન્નેનો વાસ છે. હરિ એટલે શ્રીકૃષ્ણ, વિષ્ણુ, સ્વામીનારાયણ ભગવાન તથા રામ એવા અર્થો પણ થાય છે 'હરિ અનંત હરિ કથા' અનંતા તે સાચું જ કહ્યું છે હરિની કથા ચાલતી હોય ત્યાં ગંગા ઉતરી આવે છે. કોઈપણ ધાર્મિકવિધિ પુરી થયા બાદ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બોલવામાં આવે છે. હરિ અને હરને વંદન.


