બિલ્વપત્ર .
બિલ્વપત્રનું નામ સાંભળતા જ હૃદયમાં દેવોના દેવ મહાદેવનું ધ્યાન લાગે ત્યારે ચાલો આજે આપડે જાણીએ એનું મહાત્મય. બિલીપત્રને સંસ્કૃતમાં 'બિલ્વપત્ર' કહે છે.
શિવપુરાણ અનુસાર સમવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યાદાન સમાન ફળ મળે છે. બિલીના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ તેમના અંશાવતાર બજરંગબલી પણ બિલીપત્રથી પ્રસન્ન થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં બિલ્વનું ઝાડ લગાવવાથી આખો પરિવાર વિવિધ પ્રકારના પાપોના પ્રભાવથી મુક્ત થઇ જાય છે. જ્યાં બિલ્વ વૃક્ષ છે તે સ્થળ કાશી તીર્થ જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આવા સ્થળે સાધના અને પૂજા કરવાથી વ્યક્તિ પુણ્યક્ષમ પુણ્યની પ્રાપ્તિ કરે છે. બિલીપત્ર એક એવું પાન છે, જે ક્યારેય વાસી થતું નથી.
त्रिदल त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधाम ।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ।।
શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્િંલગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકો માટે શરૂ કરાઈ બિલ્વ પૂજા સેવા.
હવે લોકો ઘરે બેઠા જ સોમનાથના મહાદેવને બીલીપત્ર ચડાવી શકશે જે માટે ૨૧ રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
- પ્રાર્થના રાવલ