Get The App

ભક્તિ - સૌથી મધુર વસ્તુ .

Updated: Jun 5th, 2024

GS TEAM

Google News
Google News
ભક્તિ - સૌથી મધુર વસ્તુ                                     . 1 - image


- જો એવી કોઈ વસ્તુ હોય જેને મીઠાશની ચરમ સીમા કહી શકાય, જેને એક મનુષ્ય પોતાની અંદર અનુભવી શકે છે - તો એ છે ભક્તિ. તે કરવા જેવી સૌથી બુદ્ધિમાન અને ફળદાયી વસ્તુ છે

સદ્ગુરુ : એવી ઘણી અદ્વુત વસ્તુઓ છે જે એક માણસ કરી શકે છે. જો કે દુર્ભાગ્યથી, દરેક મનુષ્ય અદ્વુત વસ્તુઓ કરવાનું પસંદ નથી કરતો. તેઓ પ્રેમ કરી શકે છે, તેઓ ખુશ રહી શકે છે, તેઓ વહેંચી શકે છે, તેઓ એક-બીજા માટે જીવી શકે છે, તેઓ એક-બીજા માટે મરી શકે છે, તેઓ કળા અને સંગીતની રચના કરી શકે છે.

આ બધી જ અદ્વુત વસ્તુઓમાં, સૌથી મધુર વસ્તુ જે એક મનુષ્ય કરી શકે છે, તે છે - આ ધરતી પર ભક્તિભાવ સાથે ચાલવું. જો એવી કોઈ વસ્તુ હોય જેને મીઠાશની ચરમ સીમા કહી શકાય, જેને એક મનુષ્ય પોતાની અંદર અનુભવી શકે છે - તો એ છે ભક્તિ. તે કરવા જેવી સૌથી બુદ્ધિમાન અને ફળદાયી વસ્તુ છે, તે અર્થમાં કે - કોઈપણ મનષ્યએ તેના જીવનમાં તે જે કરે છે તેની તરફ સમર્પિત થયા વિના ક્યારેય કોઈ નોંધપાત્ર કામ નથી કર્યું. ભલે તે રમત હોય કે કળા, સંગીત,નૃત્ય અથવા કારકિર્દી હોય, કોઈપણ વ્યક્તિ તે જે કરી રહ્યો છે તેના પ્રત્યે પૂરેપૂરો સમર્પિત થયા વિના, કોઈ પણ નોંધનીય કાર્ય થવાની આશા  ના રાખી શકે. અને કોઈપણ વ્યક્તિ તે પરિપૂર્ણતા નથી જાણતું, જે એક ભક્ત અનુભવ કરે છે - તેને મળતા પરિણામોમાં નહીં, પણ બસ તે વસ્તુ કરવાના આનંદમાં જ. કેમ કે તે જે કરે છે, તેના માટે સમર્પિત છે.

- સદ્ગુરુ, ઈશા ફાઉન્ડેશન

Tags :