For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભક્તિને આંતરસત્ય ને શુદ્ધતાની સાધના

Updated: Sep 21st, 2022

Article Content Image

ભ ક્તિ એટલે આંતર સત્ય અને આંતર શુદ્ધતાની સાધના છે. કોઈપણ પ્રકારની જીવનની સાધનામાં શરત અને માંગને સ્થાન જ હોય શકે નહીં, તેમાંતો હોય પરમ તત્ત્વ પરમાત્મા પ્રત્યે સંશય રહિત અખૂટ શ્રદ્ધા, આત્મિક વિશ્વાસ, સંપૂર્ણ સમર્પણ અને શરણાગતિ એનું નામ ભક્તિ...

આમ સંપૂર્ણ આત્મિક સત્ય સ્વરૂપ શરણાગતિ એટલે પોતાનું કશું જ નથી, પરંતુ બધું જ પરમાત્માનું છે. હું સંપુર્ણપણે પરમાત્માનો છું. મારું કોઈ અલગ અસ્તિત્વ જ નથી, તેવા આત્મિક સત્ય આધારિત અંતરના શુદ્ધ અને પવિત્ર ભાવથી સાવજ પોતાના અસ્તિત્વથી જ ખાલી થઈ જવું એનું નામ આંતર સાધના અને ભક્તિ છે.

કોઈપણ સાધનામાં તમો જ્યારે આત્મિક સત્ય સાવ ખાલી થાવ છો, ત્યારે જ તમો ભરાય જાવછો, પરમાત્માનો તો સતત પ્રેમનો અને કરૂણાનો વરસાદ વરસી જ રહ્યો છે, પણ આપણે આપણું માટલું અહંકાર રાગદ્વેષ, ઈર્ષા વગેરેથી ભરેલું જ રાખીએ છીએ. આથી જ પરમાત્માનો શુદ્ધ પ્રેમ અને કરૂણા આપણા માટલામાં ભરાતા નથી અને આપણે ખાલી જ રહી જઈએ છીએ.

એટલે જ કોઈપણ આંતર સાધનામાં ખાલી થવાનું મહત્વ છે. આનું નામ જ આત્મિક સત્ય સ્વરૂપ ત્યાગ છે. આવા આત્મિક સત્ય આધારિત ત્યાગમાં જ સાધનાનું સુફલ પ્રાપ્ત થાય છે. તે છે પરમ આનંદ અને પરમ શાંતિ. જીવનમાં પરમ આનંદ એ સુખ નથી, સુખ એ મનનો ધર્મ છે, જ્યારે આનંદ એ આત્માનો ધર્મ છે, આત્મા એજ પરમાત્મા છે માટે આનંદ એ પરમાત્માની જ પ્રાપ્તિ બને છે. અને એજ જીવનની તૃપ્તિ છે. તૃપ્તિએ પણ આત્માનો ધર્મ છે. જ્યારે સંતોષ એ મનનો ધર્મ છે માટે જ ભક્તિ એટલે તૃપ્તિ છે.

જીવનમાં ભક્તિ હોય કે જ્ઞાાન હોય કે કર્મ યોગ હોય કે યોગ હોય દરેકમાં ખાલી થવાનું અને આત્મિક સત્ય સ્વરૂપ  થવાનું મહત્વ છે. આમ આત્મિક સત્યતા ત્યારે જ જીવનમાં ઉપલબ્ધ થાય છે, જ્યારે સાધક પોતાના જ અહકારનું વિસર્જન કરે છે.

આમ પરમ તૃપ્તિ એટલે જ આત્મજ્ઞાાન અને જ્ઞાાન એજ પરમાત્મ સ્વરૂપતા છે. આમ અહંકાર વિસર્જન અને ખાલી થતા જ તમો પરમાત્માના પ્રેમથી ભરાય જાવ છો અને તૃપ્ત થાવ છો, એનું નામ ભક્તિ.

આમ માત્રને માત્ર પરમાત્માનું નામ સ્મરણ, ભજન, કીર્તન, કથા, સત્સંગ, શ્રવણ, પથરાની પૂજા, આરતી, ટીલા ટપકા વેશ બદલો, હાથમાં માળા રાખવી વગેરે અપનાવવાથી કોઈથી કદી પણ ભક્ત બની જવાતું જ નથી, એટલું અંતરથી જાણો.

ભક્તિ એ તો શિર માટે પરમાત્માને સાધવાનું, સત્કૃત્ય છે, એટલે કે તેમાં તો રોટલી માથું જ મુકી દેવાતું હોય છે. એટલે કે મન બુદ્ધિ અને વાસનાનો અંત કરવાનો હોય છે, તે બધું પરમાત્માને ધરી દેવાનું હોય છે અને ખાલી થઈ જવાનું હોય છે. એમાં કોઈપણ જાતની શરત કે માંગ કે કોઈપણ જાતની છૂપી કે જાહેર અપેક્ષા આશા કે ઈચ્છાને સ્થાન જ નથી.

(ક્રમશ:)

- તત્વચિંતક વી પટેલ

Gujarat