ભક્તિ એટલે અંતરમનમાંથી સત્યની પ્રાપ્તિ
ભ ક્તિ સૌથી સહેલી સાધના છે, એમ કહેવાય છે, તેમાં સત્ય ઓછું અને અસત્ય વધુ વધુ છે, કારણ કે તે માત્રને માત્ર અજ્ઞાાનીઓનું કહેવું છે , તેમ સ્વાર્થીની ગંધ છે,
જ્ઞાાનયોગ, કર્મયોગ, યોગ અને ભક્તિયોગ એ ચારે જ આંતર સાધના છે, એમાં સહેલા કે ભારેનો નો સવાલ જ નથી, આ ચારે સાધના દ્વારા આંતર દ્વંદ્વથી મુક્ત થઈને અદ્વેતની સ્થિતિ પ્રાપ્ત કરી આંતર મનમાંથી એટલે કે આત્મામાંથી સત્યની પ્રાપ્તિ કરવાનો જ ઉદેશ અને હેતુ છે.
આ ચારે સાધનામાં બાહ્ય ચારોનો કોઈ સમાવેશ થતો જ નથી, આ ચારે સાધનામાં માત્રને, માત્ર આંતર ધ્યાન શુધ્ધ ભાવના સાથે કરવું એજ આંતર સાધનાની પાયાની હકીકત છે. અને આંતર ધ્યાન દ્વારા અંતરની આંતર શુધ્ધિ ઉપલબ્ધ કરવી એજ ઉદેશ છે, અને હેતુ છે. આ શુધ્ધિ એટલે આંતર દ્વંદ્વથી મુક્તિ, પ્રાપ્ત કરી જીવનમાં વિચરવું... આમ ચારે સાધના પધ્ધતિનો મહાન ઉદેશ અને ઉચ્ચ હેતુ સત એટલે કે સત્યને અંતરમાંથી જ પ્રાપ્ત કરવાનો ખ્યાલ રહેલો છે.
આંતર ધ્યાનની સાધનાના આરભની દશામાં સત સાથેનું અંતર હોય છે, તે ભક્ત જાણે છે, પણ આંતર સાધનના અંતિમ દશામાં આ અંતર સમૂળગું દુર થઈ જાય છે, અને એકત્વનો અનુભવ અને અનુભૂતિ ભક્ત પ્રાપ્ત કરે છે, એજ આંતર સાધનાની સિધ્ધી.
કારણ કે ભક્તિમાં મિલન ધ્યાન એ ભક્તિનો એક ભાગ છે, અને ભક્તિ એ યોગનો એક ભાગ છે, અને યોગનો અર્થ જ પરમાત્મા સાથે મિલન છે, અને સાધના ને કહેવામાં આવે છે, એટલે ભક્તિ એ યોગ છે એટલે સત સાથે મિલન એજ ચારે સાધનાનો હેતુ છે, અને ઉદેશ છે; આમા ક્યાં બાહ્ય ચારો દ્વારા ઢોલકિયો વગાડવાનો ક્યાંય પણ ભક્તિની આંતર સાધનામાં કે ધ્યાનની સાધનામાં સમાવેશ થતો જ નથી, આપણાં ઋગ્વેદમાં ક્યાંય પણ મૂર્તિનો ઉલ્લેખ જ નથી, આમ મૂર્તિ એ જૂઠ નું પ્રતિક છે, જીવનમાં આત્માજ સત્ય છે, આનંદ સ્વરૂપ છે, તેમા જ સ્થિર થઈને એજ સત્ય સ્વરૂપ ભક્તિ છે, આમ ભક્તિ એટલે અંતર ધ્યાનની સાધના કરીને અદ્વેત થવું એજ ભક્તિનો ધ્યેય છે.
આમ આંતર ધ્યાન દ્વારા અંતર ભક્તિ એટલે મિલન-એકરૂપતા, અદ્વેતતા એજ પરમ તત્વ જોડે આંતર ભાવ સાથેની આંતર ભક્તિ વડે જ અદ્વેતતા સિધ્ધ કરી શકીએ છીએ જ્યાં આંતર ભાવની શુધ્ધતા જ નથી, આંતર ભાવમાં સ્થિરતા, સમતા જ નથી, તે ભક્તિ નથી અને દ્વેતથી મુક્તિ નથી અને અદ્વેતતાની પ્રાપ્તિ નથી, એટલું જાણો.
આમ જેમ જેમ આંતર ભક્તિ દ્વારા આપણાં પ્રાથમિક અસ્પષ્ટ વિચારો ધ્યાનની સાધન દ્વારા અંતરના શુધ્ધ ભાવો દ્વારા પ્રેમરૂપા અને સત્ય રૂપા ભક્તિમાં આગળ વધીએ છીએ તેમ તેમ આપણાં વિચારો સ્પષ્ટ થતાં જાય છે, ત્યારે જ આપણાં વિચારો તલસ્પર્શી બને છે, અને મન સુક્ષ્મ બને છે.
ત્યારે જ પરમ સત્યને આપણાં પોતાના અસ્તિત્વના જીવનના આદી કાંરણ ભર્તા તરીકે આપણાં પોતાના ઉચ્ચત્તમ સ્વ સ્વરૂપ તરીકે તથા આપણાં સમગ્ર જીવનનાં અંતિમ ઉદેશ તરીકે આંતર ભક્તિનો ધ્યાન દ્વારા સ્વીકાર કરીએ છીએ.ત્યારે જ પરમ સત્ય જોડે અદ્વેત કરી શકીએ છીએ, આ છે ભક્તિની પાયાની હકીકત.
એટલે કેવળ ને કેવળ આંતર ભક્તિ પૂર્ણ અને દિવ્ય બની શકીએ છીએ આમ આંતર ભક્તિ વડે જ અદ્વેત સાધી શકીએ છીએ, આમ ભક્તિ અંતે પ્રેમની નિકટતામાં પરિણામે છે, અને પ્રેમની સાર્થકતા પ્રેમપાત્ર પરમાત્મા જોડે સંપૂર્ણ યોગ એટલ કે જોડાણ કરવામાંજ ભક્તિની સાર્થકતા સમાયેલી છે.
- તત્વચિંતક વી પટેલ