મંદિરો હવેલીઓમાં ઉજવાશે હિંડોળા મહોત્સવ !
શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો
શ્યામનો શણગાર નિહાળ્યા કરો
અષાડ વદ ૧-૨ નક્ષત્ર જોઈને હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. વ્રજ ભક્તો પોત પોતાના કુંજમાં પ્રભુની સાથે ઝૂલે છે.
વસંત ડોલે અને હિંડોળા એવી ઋતુઓમાં આવે છે કે સુષ્ટિ સૌંદર્ય પૂર બહારમાં ખીલેલું હોય છે.
પ્રભુને ઝુલાવવાનો આ અનેરો દિવ્ય આનંદ છે.
હિંડોળામાં કળાનો ચિતાર દેખાય છે. અવનવા હિંડોળામાં પ્રભુ યુગલ સરકાર સ્વરૂપે ઝીલે છે. કનક હિંડોળા કાચના હિંડોળા પબડીના ફુલના હિંડોળા મુકટના હિંડોળા ેચાંદીના હીંડોળા યમુના કિનારે ચમકી,જલ મહેલ ગોવિંદ કુડં નંદ મહોત્સવ કુંનવારો, યમુના કિનારે કેળનાં હિંડોળા સાવનભાદો નાવમાં પુષ્પ વિતાંગ દીપદાનના હીંડોળો આવા અનેક પ્રકારના કલાત્મક હિંડોળા એક મહિના દરમ્યાન થાય છે. હવેલીઓ ભક્તોથી ઉભરાય છે.
આખા અધિક માસમાં આવા જ હિંડોળા થાય છે.
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે હિંડોળામાં પ્રભુની અનોખી ઝાંખી થાય છે. દા.ત., સાવનભાદો.
સાહિત્ય સંગીતને અનેક કલા દ્વારા જીવોની સેવાનો પ્રભુ સેવામાં વિનીયોગ કરાવી દૈવી જીવોની સેવાનો પ્રભુ સેવામાં વિનીયોગ કરાવી દૈવી જીવોનો ઉધ્ધાર કર્યો છે.
હિંડોળા વનમાં અને ઘરમાં થાય છે. નંદાલયના ભાવથી ઘરમાં અને વ્રજભક્તોના ભાવથી વનમાં થાય છે. પુષ્ટિ માર્ગમાં હિંડોળાના કીર્તનો હવેલીઓમાં ખાસ ગવાય છે. ગોવિંદ સ્વામીએ હિંડોળાના ઘણા કીર્તનો બનાવ્યાં છે.
'હિંડોળે ઝૂલે વ્રજશીજ રે,
હરિ હિંડોળે ઝૂલો
ગોપીઓના ચિત્તમાં ઉલ્લાસ રે,
હરિ હિંડોળે ઝૂલે' આવ્યો. શ્રાવણમાસ રંગીલો
હિંડોળે ઝૂલે પ્રભુ છેલ છબીલો. શોભા સક્લ સુખધામ રે, હરિ હિંડોળે ઝૂલે.
કાચ, અરીસાને આભલાં જડિયા, ઇકુરાણી ત્રીજે સજયા હિંડોળા. પવિત્રા એકાદશીએ ધરાવ્યાં પવિત્ર વિવિધ પવિત્રે સજાવ્યા હિંડોળા.
શ્રીનાથજી હિંડોળે ઝૂલે રે,
અમદાવાદમાં વ્રજભૂમિ (આબાંવાડી) વ્રજધામ દ્વારકાધિશ મંદિર કલ્યાણ પુષ્ટિ હવેલી રણછોડરાય મંદિર જગન્નાથ મંદિર ભક્તિ ધામ, અને અનેક સ્વામી નારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવે છે.
વૈષ્ણવભક્તો ગાય છે :
શ્રીજી તારો હિંડોળો ઝાકમ ઝોળ
બાંયે સોનાને દોર
કુમકુમ કેસર કેવડો ચંદન
ઉડે ફુવારાની છોળ,
મનડાના કોડ પુરો શ્રીજીબાવા
બંસી ઝુલાવે તેમને રોજ શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ બાંધ્યો સોનાને દોર !
- બંસીલાલ જી.શાહ