જીવનમાં જાગૃતતા આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ .
માનવ જીવનમાં ધણા બધા પાપો અવિચાર, અશુદ્ધ વિચાર અને અજાગૃતતાને પરિણામે જ થતા હોય છે. આમ પાપ કૃત્યથી કાયમી નિવૃત થવા માટે જીવનમાં સભાનતા સાવધાની પરમ ચેતનાની જાગૃતતા જરૂરી છે, આમ પાપની સામે કિલ્લો જાગૃતતા બને છે,અને સાવધાન માણસ જ મોક્ષને પામે છે એ સત્ય હકીકત છે. આમ જીવનમાં જાગૃતતા આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ જીવનનું તત્વ છે. આમ માત્ર શારીરિક રીતે જ જાગૃત રહેવું એવું નથી પણ આત્મિક સ્તરે પૂરેપૂરા સજાગ જાગૃત થવું જરૂરી બંને છે, આમ પોતાનુ યથાર્થ સ્વરૂપ ઓળખવા માટેની અંદરની તૈયારી અને ક્ષમતા ધરાવવી આમ જાગૃત પણે જીવવું એટલે પોતાના અંતરાત્માના સત્યને જાણી સમજી તેને પ્રાપ્ત કરીને સત્ય સ્વરૂપ જાગૃતતા અને સત્ય સ્વરૂપ વિવેક સાથે વૈરાગ્ય ધારણ કરી જીવવું આમ સાધક પોતાંની યાત્રામાં સતત ધ્યાન આપે છે તેવો માણસ સંસારના મોહમાં ફસાતો જ નથી,
આમ જાગૃત બની આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું અવિવેકથી બચવું આમ સત્ય સ્વરૂપ નૈતિક પણ જાગૃતતાજ છે આમ જીવનમાં જાગૃતિ દ્વારા નૈતિકતા, આધ્યાત્મિકતા અને સત્યતા ધારણ કરવી જોઈએ , આમ સતત આત્મ મૂલ્યાંકન અને સત્યમાં સ્થિરતા રાખવી તેજ જાગૃતતા છે. આમ જે સતત સદા જાગૃત રહે છે તે ચેતનામાં સ્થિત હોય છે. આથી માણસ નિષ્કપટ અને આંતર્મુખી હોય છે જેથી તે સત્વ સંશુધ્ધ હોય છે.,અને જીવનનો જીવનમાંથી આનંદ તૃપ્તિ પ્રાપ્ત કરે છે અને જીવે છે જીવનમા આમ સત્ય એ પરમ તત્વ સત્યનો જ વિજય છે આત્મિક સત્યતા આધ્યાત્મિક દ્રષ્ટિએ માત્ર સાચું બોલવું તેમાંજ સીમિત નથી તે એક માણસના અસ્તિત્વના મૂળનું પરમ તત્વ છે અને આધ્યાત્મિક પરંપરાઓમાં સત્ય એ જીવનનો પ્રકાશ આત્મા અને પરમાત્મા ની પ્રાપ્તિનો મહાન ગુણ છે આમ આત્મિક સત્યને ધારણ કરીને જીવનાર સો ટકા મોક્ષને વરે જ છે તે શાશ્વત નિયમ.
- તત્વચિંતક વિ. પટેલ