13 ઓગસ્ટ : પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ ગમન
(૭ ડિસેમ્બર ૧૯૨૧-૧૩ ઓગસ્ટ ૨૦૧૬) સ્વામિનારાયણ ભગવાનના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને મ્છઁજી સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તેમજ ગુરુ હતા. સત્તામૂલક રીતે, સ્વામિનારાયણનો શાશ્વત નિવાસસ્થાન અક્ષરનો અભિવ્યક્તિ મનાતા હતા.
સ્વામીશ્રીના માર્ગદર્શન હેઠળ અને તેમની પ્રેરણાથી હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ વ્યાપક ફલકને આવરી લે છે. આમાં દુષ્કાળ-રાહત, પશુ સેવા કેન્દ્રો (કેટલ કેમ્પ) ભૂકંપ-રાહતની કામગીરી, સાક્ષરતા અભિયાન, છાત્રાલયો, રોગનિદાન કેમ્પ, હોસ્પિટલ, ફરતાં દવાખાનાં, બ્લડ ડોનેશન કેમ્પ, કુટેવામાંથી મુક્તિ માટેની ઝુંબેશ, બાળકો અને યુવાનોનો સર્વાંગી વિકાસ વગેરે ઘણી બધી બાબતો આવી જાય. મુમુક્ષુ આત્માઓને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે વાળીને સાંસ્કૃતિક સમાજની રચના કરવામાં તેમનો ફાળો અનન્ય છે. ''બીજાના ભલામાં જ આપણું ભલું છે'', ''પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ, અમે ધર્મ-પરિવર્તન નહીં પરંતુ જીવન પરિવર્તન કરીએ છીએ.'' જેવી જીવનભાવના સાથે વિશ્વના લાખો લોકોને તેમણે હૂંફ અને નિઃસ્વાર્થ પ્રેમ પૂરો પાડયો છે. પછાત આદિવિસ્તારથી માંડીને વિકસિત અમેરિકા જેવા પ્રદેશમાં વસતા લોકોને સમદ્રષ્ટિ દ્વારા દિવ્ય પ્રેમ પૂરો પાડયો છે.
મ્છઁજી પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત ૧૨૦૦ થી વધુ સ્વામીનારાયણ મંદિરો બનાવ્યા. પોતાના અક્ષરધામ ગમન પહેલા તેમણે મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે નિયુક્તિ કરી હતી. મહંત સ્વામી મહારાજ પણ આજે પોતાનાં ગુરુની જેમ મ્છઁજી સંસ્થાને વિશ્વફલક પર પહોંચાડી રહ્યા છે.