Get The App

પાપોનું પ્રાયશ્ચિત .

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
પાપોનું પ્રાયશ્ચિત                                            . 1 - image

આજકાલ આપણે તીર્થયાત્રાથી, ગંગાસ્નાનથી પાપ નષ્ટ કરવાની વાત વિચારીએ છીએ, આ ખોટું છે. પાપોનું પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. ભગવાન રામના પિતાના તીર થી શ્રવણકુમારનું મૃત્યુ થઈ ગયું હતું. શ્રવણકુમારના પિતાએ શાપ દીધો હતો કે તુ પણ પુત્ર શોકમાં મરીશ.

ભગવાન રામચન્દ્ર પોતાના પિતાને પણ પાપના દંડથી ન બચાવી શક્યા. જેટલા પાપ આપણે કર્યા છે, એટલા પુણ્ય પર કરવા પડશે. પ્રાયશ્ચિત નો અર્થ છે જેટલા લોકોને તંગ કર્યા છે, પીડા આપી છે, એટલા જ એમને સુખી કરવા. ત્યારે હિસાબ-કિતાબ પૂરો થશે. આપણે તો નાનાં-નાનાં કર્મકાંડોના દ્વારા પાપોને હટાવવા ઇચ્છીએ છીએ. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણો દોષ-દુર્ગુણોને દૂર કરી આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવો પડશે. વિદેશમાં લોકોની ઉમર ૧૦૦-૧૨૫ વર્ષની હોય છે અને તે એટલા માટે કે તેઓ આહાર-વિહારમાં સંયમનું પાલન કરે છે.

- ગાયત્રી તીર્થ-શાંતિકુંજ, યુગનિર્માણ યોજનાના સુધારાત્મક કાર્યક્રમ. ૧) શિક્ષણનો વિસ્તાર ૨) લગ્નોમાં થવાવાળાં ખોટાં ખર્ચા, અપવ્યયનો પ્રતિરોધ ૩) આળસ-કામચોરીનો તિરસ્કાર ૪) વ્યસન-ફેશન પરસ્તી, ખોટાં ખર્ચાની રોકથામ.

- આજે મૂલ્યોનું પતન થયું છે. શેરીઓમાં રમતાં બાળકોની દોડા-દોડી ભૂતકાળની વાત બની ગઈ છે. એની જગ્યાએ કાર્ટુન નેટવર્ક, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે સાધનો આવી ગયા છે તમાકુ, દારૂ, ગુનાખોરી, હિંસા, પૂરઝડપે બાઈક અથવા કાર ચલાવતા આજના યુવાનો જોવા મળે છે.

- The Sun Is our Great Teacher Without Respite it Tirelessly performs its task of serving the world by Giving it Lights.

- ગાયત્રીમંત્ર વિચાર કરવાની શૈલી બદલી નાખે છે. આત્મા-પરમાત્માથી પ્યાર કરે અને બીજાઓની સહાયતા કરે.

જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે અને અનાથ બાળકના મોમાં રોટલાનો ટુકડો ન મૂકી શકે, તેને હું ધર્મ જ માનતો નથી. - સ્વામી વિવેકાનંદ

- સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. ભાવના તથા વિચારોને પ્રેરણા આપવાનું મુખ્ય સાધન સ્વાધ્યાય છે. શાસ્ત્રકારોએ સ્નાન, ભોજન તથા શયનની જેમ સ્વાધ્યાયને પણ એક નિત્યકર્મ માન્યું છે.

- દરેક માણસ સ્વસ્થ રહેવા ઇચ્છે છે. એ માટે તે યોગ તથા યૌગિક જીવનપધ્ધતિ અપનાવવા ઇચ્છે છે. તેની એ ઇચ્છા બેદરકારી, આળસ કે પછી વ્યસ્તતાના કારણે પૂરી થઈ શકતી નથી. નોકરીનું ભારણ, સમય પર સૂઈ તથા જાગી ન શકવું, વ્યાયામ માટે ખુલ્લી જગ્યાનો અભાવ કૌટુંબિક જવાબદારીઓ વગેરેના કારણે લોકો યોગવ્યાયામ કરવા માટે સમય કાઢી શકતા નથી. ધીરે ધીરે શરીર બીમાર થવા માંડે છે. એની સાથે જ મનમાં નિરાશા વ્યાપી જાય છે કે કદાચ મારા નસીબમાં યોગવ્યાયામ લખેલો નથી.

- આપણા અંત:કરણમાં જો પ્રેમની ભાવના ન જાગે તો આ દુનિયા આપણા માટે જેલ સમાન છે.

- જયેન્દ્ર ગોકાણી