Get The App

સમીપમાં સમીપ રહેલા 'આત્માનો' અનુભવ ક્યારે થાય ?

Updated: Feb 12th, 2020

GS TEAM

Google News
Google News
સમીપમાં સમીપ રહેલા 'આત્માનો' અનુભવ ક્યારે થાય ? 1 - image

આત્મા સર્વવ્યાપક છે. સર્વ પ્રાણીઓના જીવનનું પણ જીવન છે. આત્મા આટલો સમીપ છે, છતાં કેમ દેખાતો નથી ? એનો અનુભવ કેમ થતો નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે,' આપણી પાસે આંખો છે તે જાતે શું જોઈ શકાય છે. બીજા આપણી આંખ વિશે કહે ત્યારે આપણને આંખ છે એમ યાદ આવે છે. અથવા આંખ દુઃખવા આવે કે આંખને કોઈ ઇજા થાય ત્યારે આપણને થાય છે કે આપણી પાસે આંખો છે.

એ જ પ્રમાણે વિશ્વાત્મા કે જે અંતર્ગતથીયે જે અંતર્ગત છે તેનું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રો વાંચવાથી કે ગુરુમુખે સાંભળવાથી મનુષ્યને તેનો આછો ખ્યાલ આવી શકે.' આછો- પાતળો

પણ.. થોડો ખ્યાલ આવે તેનો શો અર્થ ? થોડો આછો ખ્યાલ આવ્યા પછી જીવ આત્મજ્ઞાન માટે તલપાપડ થવો જોઈએ.

સંતો, મહાત્મા, સાક્ષાત્કારી વિભુતિઓનું કહેવું એવું છે કે જ્યારે દુનિયાનાં શોક તથા દુઃખના કડવા અને સખત ફટકા હૃદયને અકળાવે છે, જ્યારે પોતાના નિક્ટના સ્નેહીના મૃત્યુથી મનુષ્ય પોતાને નિઃસહાય થયેલો અનુભવે છે. જ્યારે ભાવિ જીવનનો અંધકાર મનને અસ્વસ્થ બનાવે છે ત્યારે કેટલાક ભાગ્યશાળી જીવ આત્મજ્ઞાન માટે તલપાપડ થાય છે.

એનો અર્થ એ થયો કે આત્મજ્ઞાન માટે શોક સહાયકર્તા છે. સુખદુઃખના તીવ્ર આઘાત પ્રત્યાઘાતોથી અસ્વસ્થ બનવા છતાં જે વિવેક રાખે છે તથા તેને ક્ષણભંગુર માનીને આત્મા પ્રત્યે અત્યંત ભક્તિ રાખે છે. તે જ ખરો મનુષ્ય છે. મનુષ્ય અને પશુ વચ્ચે આ જ તફાવત છે.

આત્મા સમીપમાં સમીપ છે. તેથી જ મનુષ્યનું બેપરવા અને ચંચળ મન એનો (આત્માનો)પત્તો મેળવી શક્તું નથી.

જે મનુષ્ય જાગૃત છે, શાંત છે, સંયમી છે, વિવેકી છે, બહારના જગતની ઉપેક્ષા કરે છે અને આંતરર્જગતમાં ઊંડો ઉતરે છે તે આત્માના પ્રભાવને અનુભવે છે ત્યારે જ તેને' આત્મજ્ઞાન' પ્રાપ્ત થાય છે. અને હું 'આત્મા' છું એવું અનુભવે છે.

'આત્મજ્ઞાન' દુઃખ અને કષ્ટના માર્ગ દ્વારા જ શા માટે મળવું જોઈએ ? એવો પ્રશ્ન પણ કોઈને થાય.

એના ઉત્તરરૂપે એમ કહી શકાય કે દુઃખ- કષ્ટ વગેરે ઘણી ભ્રમણાઓ માનવી માયાના નશામાં હોય છે. એટલે લાગે છે. આ સૃષ્ટિમાં જે કંઈ જોઈએ છીએ તે બધું માયાના નશાને લીધે દેખાય છે. જ્યાં સુધી શરીર સાથે તાદાત્મ્ય અને અહંભાવ ત્યાં સુધી તો સુખ, દુઃખ કષ્ટની ભ્રમણાઓ તો રહેવાની જ.

જ્યારે આપણે માયાના નશામાંથી મુક્ત બનીને આત્મામાં મગ્ન બનીશું ત્યારે આ દુઃખ- કષ્ટની અને અન્ય ભ્રમણાઓ રહેશે નહિ. 'ભ્રમણા'ને ભાંગ્યા વિના રે... લખ ચોર્યાશી ફેરા નહિ ટળે રે લોલ...'

આત્મામાં મગ્નબનીને આત્મામાં રહીએ ત્યારે જે સ્થિતિ પ્રાપ્ત થાય તે વર્ણવવા મન કે વિચાર પહોંચી ન શકે.

છતાંયે તે 'આત્મસ્થ' સ્થિતિને વિચાર-વાણી દ્વારા વ્યક્ત કરવાના પ્રયત્નરૂપે 'વિવેકચૂડામણિ' ગ્રંથ નીચેના શબ્દોમાં 'ધારણા' વ્યક્ત કરતાં કહે છે,' આ જગત ક્યાં ગયું ? કોણ લઈ ગયું ? શા માટે તે મળી ગયું ? મેં હમણાં તેને જોયું ? અદૃશ્ય થઈ ગયું ?

સારૂ રૂપ કહી શકાય કે આધ્યાત્મિક બાહ્ય ઉપાસના (પૂજા- પાઠ- ભજન- કીર્તન- કથા- ધ્યાન- સ્તવન- મંત્ર) વગેરે પ્રેમ વિશ્વાસ નિષ્ઠાથી થવાં જોઈએ. દીલ દઈને એકાગ્રતાપૂર્વક થવાં જોઈએ. પણ તેની સાથે સાથે પ્રતિદિન ધીમે ધીમે અંતરમાં ઉતરી આત્મતત્વના ચિંતન માટે પુરુષાર્થ કરવો પડે. અધ્યાત્મની ઉચ્ચતમ ભૂમિકાએ ત્યારે પહોંચ્યા કહેવાઈ એ કે જ્યારે આપણને 'આત્મસાક્ષાત્કાર' થાય.

આત્મા અમર પરિપૂર્ણ હૈ, અક્ષય નિરામય તત્ત્વ હૈ ।

શિવ શુદ્ધ હૈ, અજ બુદ્ધ હે, સંસાર યહ નિસ્તત્ત્વ હૈ ।।

એસા વિવેકી જાનકર, નિશ્ચિંતહો સુખ પાપ હૈ ।

નિજ આત્મમેં સંતૃપ્તહો, મરસે અમર હો જાય હૈ ।।

Tags :