Get The App

આપણી જાતને પૂછીએ ઇ.સ.2020 મા શું કર્યું ?

Updated: Jan 6th, 2021

GS TEAM


Google News
Google News

- માર્ક જુકરબર્ગનું નામ તો તમોએ સાંભળ્યું જ હશે, તેઓશ્રી ના શબ્દો છે કે, મારી સફળતામાં મારી કંપનીની સફળતામાં ભારત, અને તેમના ધર્મ સ્થાનોનું મહાયોગદાન છે

આપણી જાતને પૂછીએ ઇ.સ.2020 મા શું કર્યું ? 1 - image

હ વે ઇ.સ.૨૦૨૦નું વર્ષ પૂર્ણ થવા આવ્યું. આ વર્ષમાં આપણે શું કર્યું ? તેવો પ્રશ્ન આપણે આપણી જાતને સૌ કોઈએ પૂછવો જોઈએ ? તો ખબર પડશે કે, આપણે આ વર્ષમાં આગળ વધ્યા ? પાછળ પડયા ? કે ત્યાં ના ત્યાં જ રહ્યા ?

આપણે આ વર્ષમાં કોઈ સફળતા પ્રાપ્ત કરી ખરી ? આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધ્યા ખરા ? ભગવાનનું ધ્યાન, ભજન, કીર્તનમાં આગળ વધ્યા ખરા ? આ વર્ષમાં કેટલું ભજન થયું ?

આ દુનિયાની અંદર દરેક માણસ સવારથી માંડીને સાંજ સુધી સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે દોડધામ કરે છે. ઇચ્છે. સુખ-શાંતિ મેળવવા માટે પોતે પ્રયત્નો પણ કરે છે. પરંતુ તેમાં કેટલા માણસો સફળ થાય છે ? સુખ શાંતિ મેળવવા માટેનો સાચો માર્ગ કયો છે ? જીવનમાં જેટલું આપણે ભગવાનને પ્રાધાન્ય આપીશું. ભગવાનની સમીપે જઈશું તેટલી સુખ-શાંતિ વિશેષ પ્રાપ્ત થશે. પરંતુ માણસ ઘણી વખત અણસમજણે કરીને જન્મથી દૂર જ રહે છે. તેથી જ કહ્યું છે કે,

દોડતાં તા ત્યારે લાગતું તું એવું કે, આપણા જેવો કોઈ સમર્થ નથી. 

નવરા પડયા ને જોયું ત્યારે, ખ્યાલ આવ્યો કે જે દોડયા તેનો કોઈ અર્થ નથી.

ખરેખર આપણે શાંત ચિત્તે વિચારવા જેવું છે.

આ જગતમાં કાળરૂપી રસોઈઓ છે તે બધા જીવોને રાંધે છે. તે રાંધવા માટે કડાયું, બળતણ, અગ્નિ વગેરેની જરૂર પડે છે. તેમાં મહામોહરૂપી મોટું કડાયું છે. અને રાત્રિ ને દિવસ રૂપી બળતણ છે, સૂર્ય તે અગ્નિ છે, માસ ઋતુ અને વર્ષ તે રૂપી હલાવવાની કડછી છે. આ રીતે કાળરૂપી રસોઈઓ જીવોને મોહરૂપી કડાયામાં નાખીને રાંધે છે.  

આપણે હવે સાવધાન થઈ જવાની જરૂર છે. જાગી જવાની જરુર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને મધ્ય પ્રકરણના ૮મા વચનામૃતમાં કહ્યું છે જે,'હેતરૂપી માયાના પ્રવાહમાં જે ન વહે, તો તે ભગવાનનો ભક્ત થઈ ચૂક્યો. જે ભગવાનના અંશ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણ તરફ ખેંચાઇ જતા નથી પરંતુ મારા તરફ ખેંચાઈ આવે છે. અને માયાના અંશ છે તે માયા તરફ ખેંચાય છે.' હવે આપણે વિચારવાનું છે જે આપણે ભગવાનના છીએ કે માયાના ? ભગવાન તરફ ખેંચાઈએ તો ભગવાનના નહિ તો માયાના. દેહધારી જેમ દેહ ભૂલતો નથી તેમ ભગવાનને ભૂલવા નહિ.

માર્ક જુકરબર્ગનું નામ તો તમોએ સાંભળ્યું જ હશે, તેઓ ફેશબુક કંપનીના સ્થાપક છે. સો કરોડથી વધુ મેમ્બર્સ છે. તેમને ઇ.સ.૨૦૧૦માં પર્સન ઓફ ધી યર ના એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેઓશ્રી ના શબ્દો છે કે, મારી સફળતામાં મારી કંપનીની સફળતામાં ભારત, અને તેમના ધર્મ સ્થાનોનું મહાયોગદાન છે. જ્યારે હું જીવનમાં નિષ્ફળ ગયો હતો ત્યારે હું ભારત આવેલો અને દેવ મંદિરો, તીર્થ સ્થાનોમાં હું રહેલો અને મન શાંતિની અનુભૂતિ થઈ હતી. અને પછી હું અમેરીકા ગયો અને મને સફળતા મળી હતી. આમ વિદેશની વ્યક્તિઓ અહીં ભારત આવીને સુખ શાંતિ મેળવી જાય છે, અને આપણે રહી જઈએ તે કેવું કહેવાય ? યોગ્ય તો ન જ કહેવાય.

'આ દુનિયાની અંદર દરેક માણસને કામ હોય જ છે. પરંતુ આ કામના ક્યારેય ઇતિશ્રી આવતા નથી. માણસના ઇતિશ્રી આવી જાય છે. પરંતુ કામના ઇતિશ્રી થતાં જ નથી. રાજા રાવણના પણ કામ અધુરાં રહી ગયા હતા તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. છતાં આ દેખત ભૂલી દુનિયા. એ જણાવા છંતા, દેખવા છતાં, સાંભળવા છતાં પોતાના કામો પૂરાં કરવા દોડે છે અને પોતે પૂરાં થઈ જાય છે. તેથી આપણે સહુ કોઈ આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે, મેં આ ઇ.સ.૨૦૨૦માં શું કર્યું ? જો આપણને અફસોસ થતો હોય તો હવે જાગી જઇએ, અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે, સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :