અષ્ટાક્ષર મંત્ર .
અ ષ્ટ એટલે આઠ અર્થાત્ આઠ અક્ષરવાળા મંત્રને અષ્ટાક્ષર મંત્ર કહેવાય છે. આ આઠ અક્ષરો છે
શ્રી...કૃ...ષ્ણ... શ...ર...ણં...મ...મ
જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ આ મંત્ર ઇ.સ. ૧૪૯૬માં વૈષ્ણવોને આપ્યો હતો.
શ્રી વલ્લભાચાર્યજીએ 'નવરત્ન' ગ્રંથમાં આજ્ઞાા કરી છે કે વૈષ્ણવોનો આ મહામંત્ર છે 'શ્રી કૃષ્ણ શરણં મમ' એમનું તાત્પર્ય છે કે હે કૃષ્ણ, હું આપના શરણે છું.
શ્રી વલ્લભાચાર્યજીના મુખેથી આ મંત્ર પ્રગટ થયો છે તેથી તેની શક્તિ ખૂબ જ વધી ગઈ છે. આ મંત્રના ઉચ્ચારણથી શ્રીકૃષ્ણ પ્રભુ સાથેનું આપણું સાનિધ્ય વધુ મજબૂત બને છે.
શ્રીકૃષ્ણે વજ્રમાં ૭ દિવસ સુધી ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ધર્યો ત્યારે કોઈ રક્ષા કરવા નહોતું આવ્યું ત્યારે વજ્રવાસીઓની ભગવાન શ્રીકૃષ્ણે રક્ષા કરી.
શ્રીનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. શ્રીકૃષ્ણ ધન અવિનાશી ધન છે. શ્રીકૃષ્ણ રૂપી ધન આપણા હૃદયમાં બિરાજે છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ : બધા પાપોનું શોષણ થાય છે
ષ્ણ : સમસ્ત પાપોના સમુદાય નષ્ટ થાય છે આધિ-વ્યાધિ
ઉપાધિમાંથી મુક્ત થવાય
શ : નાના પ્રકારની યોનિઓમાં જન્મ લેવાથી મુક્ત થવાય છે
ર : ભગવદ સંબંધી જ્ઞાાન પ્રાપ્ત થાય
ણં : કૃષ્ણના વિષયે સદા દ્રઢ ભાવ સિધ્ધ થાય છે
મ : પ્રથમ મ શબ્દથી મંત્રનો ઉપદેશ આપવાવાળા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં પ્રીતિ થાય છે
મ : હરિનું સાંનિધ્ય થાય છે અને નીચ યોનિમાં જીવ જતો નથી
- સંકલન: યજ્ઞોશચંદ્ર દોશી