- માતા આપણું લાલન, પાલન કરે છે સાથે સંસ્કાર ઘડતરનું કામ કરે છે તેથી માતાને પ્રથમ ગુરુ તરીકે સ્વીકારવા માતૃદેવો ભવ. માતાને દેવ સમાન માનો. પિતૃ દેવો ભવ. પિતાને દેવ સમાન માનો. આચાર્ય દેવો ભવ. આચાર્ય (ગુરુજી) ને દેવ સમાન માનો. અતિથિ દેવો ભવ. આંગણે આવતા મહેમાનોને દેવ સમાન માનો
જીવનની હરેક ક્ષણને માણતાં શીખવા માટે સદ્ સાહિત્યનું વાંચન કરવું અને સદ્ગુરુના શરણમાં રહેવું. તેમની સમીપ રહેવું. આપણા જીવનમાં બનતી ઘટનાઓથી ચલીત ના થવું. તે માટે સદ્ગુરુ પાસે ખાસ માર્ગદર્શન મેળવવું. તે માટે દરેક વ્યક્તિ પોતાને જેના ઉપર શ્રધ્ધા હોય તેવા સદ્ગુરુનાં દર્શન કરવા ગુરુપૂર્ણિમાના દિવસે જાય છે.
વેદના ચાર વિભાગ કર્યા છે. અનેક પુરાણો અને ઉપનિષદોની રચના કરી છે. મહાભારત અને તેના સાર રૂપ ગીતાજીની સમાજને ભેટ આપી છે તેવા પ્રખર તપસ્વી વેદવ્યાસજીના ઋણનો સ્વીકાર કરીને તેમનો ઉપકાર માનવા માટે અષાઢ સુદઃ પૂનમનો તહેવાર મનાવાય છે.
આપણને જન્મ આપનારી માતા આપણું લાલન, પાલન કરે છે સાથે સંસ્કાર ઘડતરનું કામ કરે છે તેથી માતાને પ્રથમ ગુરુ તરીકે સ્વીકારવા અમૂક સૂત્રો આપ્યાં છે.
માતૃદેવો ભવ. માતાને દેવ સમાન માનો.
પિતૃ દેવો ભવ. પિતાને દેવ
સમાન માનો.
આચાર્ય દેવો ભવ. આચાર્ય (ગુરુજી) ને દેવ સમાન માનો.
અતિથિ દેવો ભવ. આપણે આંગણે આવતા મહેમાનોને દેવ સમાન માનો.
પરસ્પર દેવો ભવઃ એક બીજાને મળીએ ત્યારે હસીને હાથ મીલાવીએ અથવા હૃદયથી ભેટીએ. તે વખતે આવો.... રામ...રામ...એમ બોલીએ. મારામાં રહેલો પરમાત્મા છે તેવો જ પરમાત્મા તમારામાં રહેલો છે. તેમ કરીને એક બીજાનો આદર કરતાં શીખીએ. કોઈને દુઃખ લાગે તેવું વર્તન ના કરીએ. નાનાં પશુ-પક્ષી કીટ-પતંગાંને પણ જીવવાનો અધિકાર છે તેનો સ્વીકાર કરીને દરેક સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર કરતાં શીખીએ તે માટે 'ગુરુ પૂર્ણિમા' જેવા તહેવારો મનાવાય છે. ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને આપણા જીવનમાં ઉજાશ પથરાય. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય અને આપણું જીવન સૃષ્ટિના લય સાથે તાલમેલ મેળવતું થાય. દાદા-પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે તેમ: 'મારું જીવન સુગંધીત બને' તેવા ભાવ સાથે ગુરુપુર્ણિમાનો તહેવાર ઉજવીએ.
- નાથાલાલ બહ્મક્ષત્રિય


