Get The App

અમૃતવાણી .

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
અમૃતવાણી                                                                                      . 1 - image

- ચહેરાને હંમેશા હસતો રાખો તમારી ચિંતાઓને તે દ્વારા તમે હળવી કરી શકશો.

- પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યો પજાયતે, ભગવદ્ ગીતા કહે છે, અંત:કરણ પ્રસન્ન થતાં સર્વ દુ:ખોનો અભાવ થઈ જાય છે, મનચિત્તથી પ્રસન્ન રહો.

- શરીર ટકે શ્વાસથી, સંબંધો ટકે વિશ્વાસથી.

- જીભ સંબંધો બનાવે છે, અને એ જ જીભ સંબંધો બગાડે છે માટે ભાઈ તમે, લુલીને વશમાં રાખો.

- તલવારનાં ઘા રૂઝાય, પણ વાણી ઘા રૂઝાતા નથી.

- જેનો સ્વભાવ સુંદર છે, તેને જીવનમાં બધુ સુંદર લાગે છે.

- ધ્યેય વગરનું જીવન નકામું છે.

- મુર્ખ મિત્ર કરતાં બુદ્ધિશાળી દુશ્મન સારો.

- શ્રમ વગર મળેલી સંપત્તી, એક જાતની આપત્તિ છે.

- ઈર્ષાળુ માનવીને કદી શાંતિ મળતી નથી.

-  ધનજીભાઈ નડીઆપરા