- દુર્જનને સજ્જન બનાવે સત્સંગ, સજ્જનને દુર્જન બનાવે કુસંગ.
- કોઈથી પણ ન ડરે તે વીર કહેવાય, કોઈને પણ ન ડરાવે તે મહાવીર કહેવાય.
- સળગતો દીવો જ બીજા દીવાને સળગાવી શકે, હોલવાયેલો દીવો તો માત્ર અંધકાર જ ફેલાવે.
- સફળ થવા માટે બે બાબતો ખૂબ જ મહત્વની છે, એક અવસરને ઓળખવો અને બીજી, સમય પર યોગ્ય નિર્ણય કરવો.
- અત્યારનો સમય સુવાનો નથી, આ જાગવાનો અને જગાડવાનો સમય છે.
- ઘરમાં થતી ભક્તિ આત્મકલ્યાણ માટે છે, બહાર થતી ભક્તિ પરમાર્થ માટે છે.
- આપણી મરજીથી જન્મ નથી થયો, તો મરણ પણ મરજીથી ન થાય.
- પાડોશી, પ્રાણી, પ્રકાશ, પવન અને પૈસા - આ પાંચેય 'પ' વ્યવસ્થિત હોય તો સુખ મળે.
- કૂકડાને નિયત સમયે બોલવાનું હોય છે, એ એની ફરજ છે. સૂતેંલા જાગે કે સૂતા રહે એ ચિંતા કૂકડો કરતો નથી.
- પાણીનું ટીપું તાવડી પર પડે તો અસ્તિત્વ ગુમાવે, કમળના પાન પર મોતી જેવું ચમકે, છીપમાં પડતા મોતી બને, આ સહવાસનો તફાવત.
- સો કામ છોડી સ્નાન કરવું, હજાર કામ મૂકી જમવું, લાખ કામ મૂકી સૂઈ જવું, કરોડ કામ મૂકી સત્સંગ કરવો.
- એક પગ સ્વાર્થ માટે, બીજો પગ પરમાર્થ માટે સાથે ચાલશે ત્યારે શાંતિસુખ મળશે.
- પીડાનું નિવારણ કરનારા ઘણા છે પણ પતનનું નિવારણ કરનારા કોણ છે?
- અઠવાડિયે એક કલાક ભગવાન માટે નહિ આપીએ તો અઠવાડિયું દવાખાનામાં કાઢવું પડશે.
- યોગી, જોગી ન બનો તો કાંઈ નહિ, ઉપયોગી બનો.


