- રજ સરખી મલિનતા પણ પ્રભુ સ્વીકારતો નથી, એટલે તો તે પુષ્પોને ઝાકળથી ધૂએ છે.
- ન ધન રહે, જોબન રહે, રહે ન ગામ ઔર કામ, તુલસી જગમેં જશ રહે, કર દે કીસી કા કામ.
- કાળ છોડે નહિ કોઈને, ભલે હોય ભગવાન, ભીલે ભાલું ભોંક્યું, કૃષ્ણ હતા બળવાન.
- લક્ષ્મી ચલત છે, શ્વાસ ક્ષણભંગુર છે, જવાની તો ચાલી જવાની, પણ જગતમાં જે એક જ વસ્તુ અચળ છે તે સત્ય છે.
- મોત જેવું કશું છે જ નહિ, આપણે જેને મરણ કહીએ છીએ, તે તો માત્ર સ્થળાંતર જ છે.
- દુનિયાના કોઈ પશુ-પક્ષી ક્યારેય પોતાના સંતાન પાસે સેવા-સહાયતાની આશા રાખતા નથી.
- ગાય ઘાસ ખાઈને દૂધ આપે, સાપ દૂધ પી ને ઝેર આપે આપણે...?
- અવગુણ એટલે વહાણના તળિયામાં પડેલું કાણું. નાનું હોય કે મોટું અંતે તો ડૂબાડે જ.
- સુવિધા અને સંપત્તિ વ્યક્તિને આળસુ અને વિલાસી બનાવે છે.
- વ્યક્તિને ઉન્નત બનાવે છે ધર્મ, પતિત બનાવે તે અધર્મ.
- મહાભારત કહે છે, 'સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈ પરમગતિને આપનાર ગાયત્રીમંત્રનો જપ કરે છે.
- પાપ અને સાપ લપાતા ચાલે છે પરંતુ એ છૂપા રહી શકતા નથી.
- અવસ્થા આવતા પહેલા જે વ્યવસ્થા કરી લે છે તેને દુ:ખનો અસ્થમા સતાવતો નથી.
- વેરના નાગને છાતી પર બેસાડી રાખી તમારી ઊંઘ કાયમ માટે હરામ કરવી ઇચ્છશો નહિ.
- ધન મેળવવું નીતિથી, વાપરવું પ્રીતિથી, ભોગવવું રીતિથી તો બચશું દુર્ગતિથી.
- વેદવ્યાસજીના બે વચન છે, પરોપકાર એ પુણ્ય છે અને પરપીડન એ પાપ.
- સુખી થવા યાદ રાખો.... રડવું નહિ, લડવું નહિ અને કોઈને નડવું નહિ.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


