Get The App

અમૃતવાણી .

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
અમૃતવાણી                                                                                      . 1 - image

- તૃપ્તિ ભોગમાં નહિં, ત્યાગમાં છે.

- પ્રેમ આપે છે, જ્યારે સ્વાર્થ લઈ લે છે.

- યૌવન, સંયમ અને સૌંદર્ય શીલતાથી શોભે છે.

- મહાનતા હંમેશા સદ્ગુણો અને સત્કર્મોથી મળે છે.

- બીજાનાં દુ:ખ દુર કરવા ઉપાય કરશો તો તમારા દુ:ખ દુર થશે.

- કડવી વાત પણ હસીને કહેવાથી મધુર થઈ જાય છે.

- મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.

- જ્ઞાાન સંઘરશો તો ઘટશે, વહેંચશો તો વધશે.

- સદ્વિચારોથી કોમળ કોઈ ઓશિકું નથી.

- કોઈપણ શત્રુને નાનો કે પામર ન સમજવો.

- આળસ, મનુષ્યના શરીરમાં રહેલ સૌથી મોટો શત્રુ છે.

- મુર્ખાઈથી દૂષણનો આરંભ થાય છે, અને પશ્ચાત્તાપથી અંત.

- બોલીને પીડા ઉભી કરવી, એના કરતાં ન બોલીને પીડા સહન કરવી સારી.

- દુ:ખ આવતા પહેલા જે દુ:ખી થઈ જાય એને દુ:ખ વધુ પજવે છે.

- પૈસામાં ભલે કરકસર કરો, પણ માણસાઈમાં ઉદાર રહો.

- ધનજીભાઈ નડિઆપરા