- કોઈ નિંદા કરે તો દુ:ખી ન થાવ. નિંદા કરનાર તમારી નિંદા નથી કરતા, પણ તેમનાં કુળની ઓળખ આપે છે.
- સુખ અને દુ:ખ પ્રમાણમાં બહુ નાના છે; પરંતુ આપણે તેને, બહુ મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. તેને જે કદમાં છે, તેમાં જ રહેવા દિયો. કારણ ! સુખ દુ:ખ બંને ક્ષણિક છે. ક્ષણભંગુર છે. આવશે, પણ તે કાયમ રહેશે નહિ.
- મન ચંચળ છે જરૂર, પણ આપણે એને વધુ પડતું ચંચળ બનાવીએ છીએ. મનને તર્કો ગમતા જ નથી. પણ જીવે તેને વધુ તર્ક કરવાની ટેવ પાડી છે.
- આપણને જરૂર છે ઉત્સાહી મનની, ખિસ્સા તરબર હોય, પણ મન ખાલીખમ હોય, તો એ શા કામનું ? જ્યાં જરૂર હોય, ત્યાં સભર રહેવું. ખાલી ખીસ્સાં નહિ ખાલી મનને હૃદય માણસને પાછળ પાડી દ્યે છે.
- મનને વિચારનો ખોરાક જોઈએ છીએ. એ કદીયે ભુખ્યું રહી શકતું નથી. કાંઈક ને કાંઈક એને જોઈએ જ. માટે મન જો નિર્મળ હશે, સ્વસ્થ હશે તો જ્ઞાનરૂપી ખોરાક લેશે અને મેલુ હશે તો ખરાબ વિચાર કરશે.
- પોતે ચોરાઈ જવું, પણ કોઈનું ચોરવું નહિ. પોતે ખોવાઈ જવું પણ કોઈને ગોટે ચડાવવા નહિ.
- ક્ષમામાં જે શક્તિ છે, તે દંડમાં નથી. એટલે જ મહાપુરુષોએ કહ્યું છે, 'ક્ષમા વિરસ્ય ભૂષણમ્'.
- અંતર આત્મા ડંખે, તેવું કાંઈપણ ન કરો.
- ભાવ વગર માનવ જીવન અધુરું છે.
- પોતાના નિયમમાં અડગ રહેવાથી, 'આત્મવિશ્વાસ' એની મેળે આવે છે.
- ધનજીભાઈ નડીઆપરા


