Get The App

શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પ્રાગટય અને વચનામૃતનાં અમૃત વચનો

Updated: Apr 12th, 2018

GS TEAM


Google News
Google News
શ્રી સ્વામીનારાયણ ભગવાનનું પ્રાગટય અને વચનામૃતનાં અમૃત વચનો 1 - image

શ્રી.નરનારાયણ ભગવાનનાં દર્શન કરવા એક વખત મરીચિ વગેરે ઋષિગણ બદ્રીકાશ્રમ જતા હતા. ધર્મદેવ અને તેમનાં પત્ની પણ સાથે હતાં. સભા શરૃ થઈ. ભરતખંડનો વૃત્તાંત સભામાં

સૌ એક ચિત્તે સાંભળતા હતા ત્યાં અચાનક આકસ્મિક દુર્વાસાનું આગમન થયું. કથામાં સૌ એટલા મગ્ન હતા કે દુર્વાસાનું યથોચિત સ્વાગત- સન્માન- આવકાર થઈ ન શક્યાં. સૌને શાપ

આપ્યો : જાવ, બધા મનુષ્યપણાને પામો.
ખૂબ વિનંતી, પશ્ચાત્તાપ પછી દુર્વાસા નરમ પડયા. આ ધર્મદેવ અને તેમનાં પત્ની પૃથ્વી ઉપર મનુષ્યલોકમાં જન્મ લેશે અને અમર થઈ જશે. કોશલ દેશના ઇટ્ટાર નગરમાં સામવેદી

સરવરીયા બ્રાહ્મણ શ્રી.બાલશર્મા પાંડે અને તેમનાં પત્ની ભાગ્યવતીને ત્યાં સંવત : ૧૭૯૬, કારતક સુદ અગિયારશે શાપિત ધર્મદેવન જન્મ થયો જેમનું નામ પડયું : દેવશર્મા.
કોશલ દેશના જ છપૈયા ગામમાં ત્રવાડી બ્રાહ્મણ શ્રી.કૃષ્ણશર્મા અને તેમનાં પત્ની ભવાનીને ત્યાં શાપિત ધર્મદેવનાં પત્નીનો  જન્મ થયો અને નામ પડયું : ભક્તિ. આ ભક્તિનાં લગ્ન ઉપર

જણાવેલ દેવશર્મા સાથે થયાં. દેવશર્મા અને ભક્તિ પૂર્વજન્મના સંસ્કારથી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં ગળાડૂબ રહેતાં. દેવશર્માને આ કારણે સૌ હરિપ્રસાદના નામે પણ ઓળખવા લાગ્યા.
સંવત : ૧૮૩૭, ચૈત્ર સુદ નોમના  રોજ આ દેવશર્મા (હરિપ્રસાદ) અને ભક્તિને ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થયો જેમનું નામ પડયું. હરિકૃષ્ણ- એજ આપણા સૌના આરાધ્ય- બ્રહ્મસ્વરૃપ

શ્રી. સ્વામીનારાયણ ભગવાન. ભગવાન સ્વામીનારાયણ સંપ્રદાયની આચાર સંહિતા આપી જે શિક્ષાપત્રી તરીકે ભક્તોમાં અતિપ્રસિદ્ધ છે.
સ્વામીનારાયણ ભગવાનના સમગ્ર જીવનની વાણી ગ્રંથસ્થ થઈ છે જે વચનામૃત તરીકે ઘેર ઘેર વંચાય છે. એક એક વચન અમૃત છે. જેમાં ગઢડા, સારંગપુર, વડતાલ, અમદાવાદ,

અસલાલી અને જેતલપુરમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, અન્ય સંતો, હરિભક્તોએ જિજ્ઞાાસાથી પૂછેલા પ્રશ્નોના જવાબ અને સીધે સીધો

સંવાદ છે જે આજે દોઢસો વર્ષ પછી પણ ચિરંજીવ છે, પ્રસ્તુત છે, યથાર્થ છે.
વચનામૃતની સંખ્યા ૨૬૨ છે, કુલ ૬૧૮ પ્રશ્નો છે જેના જવાબો ધર્મની આધારશિલા છે. શ્રી. યોગીજી અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ આ વચનામૃતને પ્રાપ્ત થયા છે.  

વચનામૃતમાં ધર્મ, ભક્તિ, સંત, આત્મા, પરમાત્મા, મોક્ષ, તપ, જપ, મંત્ર, ધ્યાન, યોગ, કર્મ, જ્ઞાાન, પૂજા પ્રકૃતિ- નિથતી, દેવી- દેવતાઓને લગતા અસંખ્ય વિષયોનું મનન છે, ચિંતન

છે. વિવેચન છે જેમાં ગીતાના ૩૧ શ્લોકો અને ભાગવતના ૩૭ શ્લોકોના સચોટ સંદર્ભો છે. એવા વચનામૃત પુસ્તકમાંથી જે પાને પાને દીવડા પ્રગટયા છે. તેમાંથી વાચકો માટે ખૂબ જ

ઉપયોગી ખાસ ખાસ અમૃત વચનો ચયન કરી પસંદ કરી સાદર કરેલ છે. જય સ્વામીનારાયણ.

વચનામૃતની અમૃતવાણી
૧. અંત:કરણ શુદ્ધ કરવું હશે તો આહારશુદ્ધિ જ એકમાત્ર વિકલ્પ છે.
૨. ત્યાગી, વૈરાગી માટે કચરો અને કંચન એક સમાન છે.
૩. સૂર્ય સાકાર છે, તેજ- પ્રકાશ નિરાકાર છે તેમ ઇશ્વર સાકાર છે, બ્રહ્મ નિરાકાર છે.
૪. સોનામાં ભેગ મળે તો જ દાગીનો બને, ભક્તિમાં વૈરાગ્ય ભળે તો ભગવાન મળે.
૫. હું દેહ નથી, આત્મા છું એજ પોતાની સાચી ઓળખાણ છે.
૬. જે કુસંગ કરે છે તેનું સદા ય ભૂંડુ જ થાય છે.
૭. સાચા સંતોની જે સાચી સેવા કરે છે તે સાચું સુખ પામે છે.
૮. પોતે પોતાને નથી જોતો તેના જેવો બીજો કોઈ અજ્ઞાાની નથી.
૯. જેની જેવી મતિ તેવી તેની ગતિ.
૧૦. ભોગવેલા વિષયોની ઇચ્છા અને ન ભોગવેલ ભોગોની તૃષ્ણા એટલે જ વાસના.
૧૧. ભગવાનની ભક્તિમાં જે આડુ આવરણ આવી જાય તે માયા.
૧૨. ધર્મની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહિ.
૧૩. જેમ આકાશ સર્વત્ર છે તેમ ઇશ્વર સર્વત્ર છે.
૧૪. મનુષ્યનો અવતાર મળ્યો છે તો મનુષ્ય થઈને રહીએ.
૧૫. અફીણીને અફીણ વગર ન ચાલે તેમ ભગવદ્ ભક્તિ વગર ન ચાલવું જોઈએ.
૧૬. ગમે તેવું સુખ દુ:ખ આવે તો પણ અકળાયા વગર રાજી રહેવું.
૧૭. ભક્તિમાં કોઈનીય ઇર્ષ્યા કરવી નહિ.
૧૮.  જે જે બ્રહ્માંડમાં છે તે આ પિંડમાં છે. પિંડે સો બ્રહ્માંડે.
૧૯. મૂર્તિ સામે પણ સાક્ષાત્ ભગવાન જ છે- એમ માની મર્યાદાઓ પાળવી.
૨૦. બધા દ્રોહ માફ થઈ શકે છે પણ જે ભક્તનો દ્રોહ કરે છે તે માફ થતો નથી.
૨૧. ગરીબને જે દુ:ખ આપે છે તે ક્યારેય સુખી થતો નથી.
૨૨. ભગવાનનું ધાર્યું જ બધું થાય છે.
૨૩. મંદિરમાં પ્રભુદર્શન કરતી વખતે ક્યાંય આડી અવળી દૃષ્ટિ રાખવી નહિ.
૨૪. કર્મ અમૂર્ત છે પણ શુભ- અશુભ કર્મફળ મૂર્તિમાન છે.
૨૫. જે સ્વભાવ બદલતો નથી તે મૂર્ખ છે.
૨૬. ભગવાનની ભક્તિમાં જે સુખ છે તેવું સુખ તો બીજે ક્યાંય નથી.
૨૭. જીવ અલ્પજ્ઞા છે, ઇશ્વર સર્વજ્ઞા છે.
૨૮. માત્ર ઉપવાસ પર્યાપ્ત નથી, ઉપવાસ  સાથે સંયમ પણ જરૃરી છે.
૨૯. સંતમાં જે વિશ્વાસ રાખે છે તે સંસાર તરી જાય છે.
૩૦. ભગવાનમાં અખંડ શ્રદ્ધા, વૃત્તિ રાખવાથી ભક્તિ દૃઢ થાય છે.
૩૧. કોઈનું પણ ક્યારેય અપમાન કરવું નહિ.
૩૨. પક્ષીને જેમ માળો છે તેમ ભક્ત માટે ભગવાનનું સ્વરૃપ છે.
૩૩. અહિંસાથી સૌનું કલ્યાણ થાય છે.
૩૪. સંતોની, માવતરની, વડીલોની મર્યાદા લોપે છે તે અમર્યાદ પીડા ભોગવે છે.
૩૫. સ્ત્રી અને સોનામાં ચલાયમાન થઈ જાય તે સાધુ કે સંત નથી.
૩૬. પાંચજ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન- આ ૧૧ ઉપર સંયમ તે જ સાચી અગિયારસ.
૩૭. જેણે મન જીત્યું તેણે જગત જીત્યું.
૩૮. મંત્ર, માળા, ધ્યાન, સત્સંગ અને સંયમથી બુદ્ધિ નિર્મળ થાય છે.
જયશ્રી સ્વામીનારાયણ
- પી.એમ.પરમાર

Tags :