Get The App

અમરનાથ-ક્ષીરભવાની યાત્રા : વિવેકાનંદજીનો દિવ્યાનું ભવ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
અમરનાથ-ક્ષીરભવાની યાત્રા : વિવેકાનંદજીનો દિવ્યાનું ભવ 1 - image

સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની તથા ક્ષીરભવાનીના મંદિરની યાત્રા કરેલી. તે સ્થાનોએ ઘણી તપસ્યા કરેલી. અમરનાથને રસ્તે જતાં એક ખૂબ ઊંચા પર્વત ઉપર ચઢાણ કરેલું. સામાન્ય રીતે આ રસ્તો અજાણ છે તેથી સામાન્ય યાત્રાળુઓ આ માર્ગે જતા નથી. પણ વિવેકાનંદે નિઃશ્નયે કર્યો કે મારે તો આ કઠીન રસ્તે જ જવું છે. કઠિન ચઢાણના શ્રમથી તેમના શરીર ઉપર ખૂબ અસર થઈ. કડકડતી ઠંડીમાં જાણે કે શરીરે કાંટા ભોંકાતા હતા.

સામાન્યતઃ અમરનાથની મૂર્તિનાં દર્શન નગ્ન અવસ્થામાં કરવાની પ્રથા છે. વિવેકાનંદજી તો માત્ર કૌપીન (લંગોટી) પહેરીને અને શરીરે તપ કરેલું ભસ્મ લગાવીને ગૂફામાં જઈ દર્શન કરેલાં ત્યાં તેમને કોઈ ઠંડી કે ગરમી લાગી નહિ પણ મંદિરની (ગુફાની) બહાર નીકળતાં અસહ્ય ઠંડીથી ઠૂંઠવાઈ ગયા.

કહેવાય છે કે આવી ઠંડીમાં ત્યાં ત્રણવાર સફેદ પાટેવાં આવે છે. તેનાં પણ દર્શન તેમને થયા. પારેવામાં દર્શનથી સઘળી ઈચ્છાઓ સફળ થાય છે તેમ કહેવાય છે.

અમરનાથની યાત્રા કર્યાની પછી વિવેકાનંદજીને એવો પ્રત્યક્ષ અનુભવ થયો કે શિવજી તેમના માથા ઉપર ચોવીસે કલાક બેઠા છે. આ અનુભવ ઘણા દિવસ રહેલો.

હવે જાણીએ ક્ષીરભવાની માતાનો યાત્રાનો તેમનો અનુભવ.

ક્ષીરભવાની દેવાના સ્થળે વિવેકાનંદજી સાતદિન રહ્યા. સાતદિન ત્યાં રહીને ક્ષીરની આહુતિઓનો હોમ કરીને દેવીની પૂજા કરી. દરરોજ તેઓ બે ત્રણ, ક્ષીરની આહુતિ આપતા.

ક્ષીરભવાની માતાની પૂજા કરતાં કરતો એક દિવસ તેમને મનમાં વિચાર આવ્યો કે અસંખ્ય વર્ષોથી માતા ભવાની અહીં હાજરા હજૂર છે. મુસલમાનઓ આવીને મંદિરનો ધ્વંસ કર્યો છતાં ત્યાંના લોકોએ ત્યાંની રક્ષા કરવા કંઈ પણ કર્યું નહિ. અફસોસ ! હું તે વખતે ત્યાં હોત તો, ચૂપ રહીને મેં સહન કર્યું ન હોત ! આવા વિચાર કરતાં કરતાં તેમનું મન ખૂબ ગ્લાનિ અને દુઃખદ (મારથી દબાઈ ગયું ત્યારે વિવેકાનંદજીએ ઓચિંતા, ક્ષીરભવાની માતાને બોલતા સાંભળ્યાં ! કે મારો ઈચ્છા અનુસાર જ મુસલમાનોએ આ મંદિરનો નાશ કર્યો છે. મારે આવા જીણ મંદિરમાં રહેવાની ઈચ્છા હતી. હું ધારત તો શું અહીં સુવર્ણ સાતમાળનું મંદિર બંધાવી ન શકું ? તું શું કરી શકે ? હું તારું રક્ષણ કરું કે તું મારું રક્ષણ કરવાનો હતો ? વિવેકાનંદે સ્પષ્ટ રીતે કાનોકાન આ દિવ્યવાણી સાંભળી હતી.

આ દિવ્યવાણી સાંભળ્યા પછી હું કોઈ પણ યોજના ઘડતો નથી. મેં વિચારો છોડી દીધા છે. માતાજીની જેવી ઈચ્છા હશે તેમ જ થશે. આવી દિવ્ય અશરીરી દિવ્યવાણી સાંભળવાનો વિવેકાનંદજીને અનુભવ થયો.

આત્મા અતિચેતનાની સ્થિતિએ પહોંચ્યો હોય પણ, તેનાથી પણ, પર એક સ્થિતિ છે. જે વિચાર કે વાણીથી વ્યક્ત થઈ શકે નહીં.