Get The App

માતા-પિતાનું સદાય માન જાળવજો

Updated: Aug 16th, 2023

GS TEAM

Google News
Google News
માતા-પિતાનું સદાય માન જાળવજો 1 - image

મા તા-પિતા-ઇશ્વર સમાન છે આપણે ઇશ્વરને ક્યારેય જોયા નથી પણ માતા-પિતા સાક્ષાત ઇશ્વર સમાન છે. આપણે માતાપિતાને સદાય સારી રીતે રાખશો આપણા સંતાનોને પણ સારી શિખામણ આપી વડીલોનું માન સદાય જાળવવાનું કહેશો નસીબદાર લોકોને જ માતા-પિતાની છત્રછાયાનો લાભ મળે છે. આવો લાભ દરેકને નથી મળતો 'દાદીમાં ફિલ્મનું ગીત યાદ હશે જ ઉસકો નહીં દેખા હમને કભી પર ઉસકી જરૂરત ક્યા હોગી હે-મા તેરી સૂરતશે અલગ ભગવાન નહીં. સૂરત ક્યા હોગી દરરોજ આપણા કામે જતા પહેલાં માતા-પિતાના અવશ્ય ચરણ સ્પર્શ કરવા એના આશિર્વાદથી આપણું જીવન ધન્ય બની જાય છે. માતા પિતા છે તો બધું જ છે તે સૌથી દુનિયાનો ધનિક છે જેને માતા પિતા નથી તે દુનિયાનો સૌથી ગરીબ છે. નસીબદાર લોકોને માતા-પિતાના આશિર્વાદ મળે છે. આમ માત પિતાનું સદાય સન્માન જાળવશો. ક્યારેય અપમાનિત કરશો નહીં.