Get The App

ખજાનો ચાહે તનનો હોય, મનનો હોય કે ધનનો હોય જ્યાં-ત્યાં જ્યારેને ત્યારે તેને ખોલાય નહીં

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ખજાનો ચાહે તનનો હોય, મનનો હોય કે ધનનો હોય જ્યાં-ત્યાં જ્યારેને ત્યારે તેને ખોલાય નહીં 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'કપડાં ઉતાર..'

તલવારની અણી ગળા પર અડાડી અને આદેશ કર્યો- કપડા કાઢવાનો. તલવારના જોર આગળ લાચાર માનવીનું જોર ક્યાં ચાલવાનું. કેટલાય લોકોએ પોતાનો ધર્મ પણ ઉતારી દીધો છે આ તલવારની અણીએ. કાં તો પ્રાણત્યાગ, કાં તો ધર્મ ત્યાગ. જીવન હશે તો હજુ કોઈ રસ્તો નીકળશે' એ વિચારે જ તો લોકો ધર્મ છોડી દેતા હતા.

અહીં તો વસ્ત્રત્યાગની વાત છે. તલવારની તીક્ષ્ણધાર શરીરમાં પ્રવેશ કરે, એ પહેલાં જો શરીર પરથી વસ્ત્રો ઉતરી જાય તો સારી વાત છે. અન્યથા તલવારને શરીરમાં પ્રવેશતાં વાર નહીં લાગે. શરીર પરથી વસ્ત્રો ન ઉતર્યા તો શરીરમાં તલવાર ઉતરી સમજો.

અમે સમજદારી વાપરીને વસ્ત્રો ઉતારવાના ચાલુ કર્યા. એ કોઈ ચાલુ વ્યક્તિ ન હતી. ચીલાચાલુ નહીં. પણ પરમાત્માના ચીલા પર ચાલનારી હતી. પણ અત્યારે તે નિરુપાય હતી. ઉપરના અને નીચેના વસ્ત્રો ઉતાર્યા પછી અંદરના વસ્ત્રો ઉતારવાના શરૂ કર્યા. અંદરના પણ ઉપરના વસ્ત્રો ઉતરી ગયા. હવે માત્ર નીચેનું અંદરનું એક જ વસ્ત્ર શરીર પર શેષ બચ્યું હતું.

નાનું આ વસ્ત્ર એ વ્યક્તિએ ના ઉતાર્યુ. એ અટકી ગઈ. એના હાથ થંભી ગયા. હવે એ વસ્ત્ર ઉતારવા માટે એણે પોતાની લાચારીએ તલવારધારી વ્યક્તિ સામે દર્શાવી.

'આ પણ ઉતાર.' એણે ગર્જના કરી. સાથે ઉભેલા બીજા પાંચ સાથીદારો એને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યા હતા. અને એ નીચેનું કપડું ઉતારવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એ જ વખતે એ વ્યક્તિએ એક ચીજ બતાવી. અને ત્યારે બધાનું ધ્યાન ત્યાં ગયું. આશ્ચર્યથી બધાં એ ચીજને જોઈ જ રહ્યા. પણ વળતી પળે તે તલવારધારીએ જોરથી જોરદાર આદેશ કર્યો. 'ચાવીથી તાળાં ઉઘાડ.'

***

વિક્રમની ૧૪મી સદીની આ ઘટના. દિલ્હીની ગાદી પર એ સમયે એટલે કે આજથી ૭૦૦ વર્ષ પૂર્વે સુલતાન પીરોજશાહ અથવા તો સુલતાન મહમ્મદ તઘલક બેઠો હતો. દિલ્હીના તખ્ત પર સખ્ત શાસન કરનારો એ સુલતાન કોઈનેય છોડતો ન હતો.

ઘરોની સંપત્તિ લૂંટી લે તો સ્ત્રીઓનું શરીર પણ લૂંટી લે. સામો જાતને જોરાવર સમજી જોર કરે તો જોરદાર વાર કરીને સુલતાન તેને કબ્રસ્તાનમાં પોઢાડી દે. કોઈની પણ આબરૂના ધજાગરા ઉડાડી દે. મગજના મિજાગરા જેના ઢીલા પડી ગયા હોય, કાળજાના કાંગરા ખરી પડયા હોય એને કોઈથી શું મતલબ ?

ત્યારે દિલ્હીમાં જગસિંહ નામનો એક મેહભ્ય રહેતો હતો. મેહભ્યજ સામાન્ય વ્યાખ્યા = જેની પાસે ૧૦૮ હાથીના વજન જેટલું સોનું હોય એને મહેભ્ય કહેવાય. આ મહેભ્ય જગસિંહનો યુવાન પુત્ર મહળસિંહ પોતાના પિતાની નામના તથા પોતાની કામના ના બળે આગળ વધીને સુલતાનના આ દરબારમાં સ્થાન પામ્યો.

રોજ બે ટાઈમ પ્રતિક્રમણ કરનારો અને ત્રણ ટાઈમ જિનમંદિરમાં પૂજા કરનારો તથા મનથી એકદમ સ્વચ્છ મહળસિંહ બાદશાહનો અંગત માણસ બન્યો. આગળ વધીને અંગરક્ષક બન્યો. એથી ય આગળ વધીને એના ઉજ્જવલ-નિર્મળ ચરિત્રને જોઈ બાદશાહે તેને પોતાના અંત:પૂર= જમાનખાના = સ્ત્રીઓનાં અંગરક્ષક તરીકે નીમ્યો. હવે એ બાદશાહની સ્ત્રીઓના નિવાસ સ્થાનમાં બે રોકટોક જઈ શક્તો હતો. ગમે ત્યારે એ જઇ શકે.

એક વખત કેટલાક ચુગલીખોરો- ઇર્ષ્યાળુ- તેજો દ્વેષી જીવોએ બાદશાહની કાનભંભેરણી કરી. 'જહાંપનાહ, આ માણસ બેગમને ભોગવીને મજા માણે છે.'

અને એક દિવસે જનાનખાનાથી આવતા મહણસિંહને બાદશાહે રોક્યો. એના લિંગને તપાસવા જોવા માટે કપડા ઉતારવાનો આદેશ કર્યો.

સ્વચ્છ મનના મહળસિંહે કપડાં ઉતાર્યા. છેલ્લું અંડરવેર- કચ્છોટો બાકી રહ્યો ત્યારે એ ચીટકી ગયો. કારણ કે એ કચ્છોટાને સાત (એક-બે-નહીં, પૂરા સાત) તાળાં લગાવેલા હતા. જ્યારથી તે જનાનખાનાનો રક્ષક બન્યો ત્યારથી તેને આ વ્યવસ્થા કરી રાખી હતી. જિનશાસનના આવા ઉત્તમ શ્રાવકો સર્વત્ર ખૂબ સાવધ રહેતા. નિમિત્તોથી બચવાની તાલાવેલી હંમેશા જાગૃત રહેતી.

તાળા ખોલવાની વાત આવી ત્યારે તેણે બાદશાહને જણાવ્યું કે આની ચાવી માત્ર ધર્મપત્ની પાસે જ રાખવામાં આવે છે. એ ચાવી આપે, પછી જ આ પદ્ધતિને ધારણ કરનારા મહળસિંહના શરીરનિયંત્રણ અને શીલપાલનની જાહેરમાં પ્રશંસા કરી. તે પછી એનો શીલપાનનો મહિમા દેશ-વિદેશોમાં પણ ખૂબ ફેલાયો હતો.

આજે જ્યાં ત્યાં જ્યારે ત્યારે, જેની તેની સાથે પોતાના શરીરને અભડાવનારા યુવાવર્ગ માટે સીમાચિહ્નરૂપ દાખલો છે આ.

પ્રભાવના

'શ્રી જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ' નામે પુસ્તકમાં કથાકોશ વગેરે ગ્રંથોનો આધાર આપતા પંડિત લાલચંદ્ર ગાંધી જણાવે છે કે આ શ્રાવક મહળસિંહ વરસમાં ત્રણવાર સાધાર્મિક-વાત્સલ્ય કરતા હતા. તથા દર વરસે ત્રણવાર સંઘપૂજા (સાધુ- સાધ્વી- શ્રાવક- શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ) કરતા હતા.

વળી, મહળસિંહના પિતાજી જગતસિંહે (જગસિંહે) દેવગિરિ નામે નગરમાં ઘન-વ્યવસાય (બિઝનેસ)ના માધ્યમે ૩૬૦ (એક,બે,નહીં,પૂરા, ત્રણસો સાઈઠ) શ્રાવકોને પોતાની ઋષિ સમાન કોડાધિપતિ બનાવીને ઉત્કૃષ્ટ કક્ષાની સાધર્મિક ભક્તિ કરી હતી. (ધન્ય જિનશાસન, ધન્ય શ્રાવક)