Get The App

'લક્ષ્મી-પ્રેમ'ના પ્રસાદે, સર્જાયો એક ''પ્રાસાદ'' .

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
'લક્ષ્મી-પ્રેમ'ના પ્રસાદે, સર્જાયો એક ''પ્રાસાદ''                     . 1 - image

- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

એક એવો મહેલ આજે જાણવો છે, જેમાં કુલ ૩૬૦ દિવસની અલગ-અલગ વ્યવસ્થા છે. વરસ દરમ્યાન બાર મહિનાના જે ૩૬૦ દિવસ આવે છે, તે દરેકની અદ્ભુત વ્યવસ્થા.

એમાં પણ અમુક ખાસ દિવસોની ખાસ વિશેષ રીતે વ્યવસ્થા કરાઈ છે. એ જે ખાસ દિવસ હોય, તેને અનુલક્ષીને જ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

દિવાળીનો દિવસ હોય કે હોળીનો દિવસ હોય, પર્યુષણનો દિવસ હોય કે ચોમાસાનો દિવસ હોય, કાર્તિકી પુર્ણિમાનો દિવસ હોય કે બેસતા વરસનો દિવસ હોય, જ્ઞાાનપંચમીનો દિવસ હોય કે મોન એકાદશીનો દિવસ હોય કે પછી લૌકિક પર્વ નવરાત્રિનો દિવસ હોય... તે-તે વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ ગોઠવણ હોય.

વરસની શરૂઆત અમુક ચોક્કસ સમયથી થાય છે, અને તે પછી ત્યાંથી તે-તે વિશિષ્ટ દિવસો ક્રમ પ્રમાણે જેટલામાં દિવસે આવતા હોય, તે-તે દિવસોનો નંબર પણ ત્યાં આવેલ છે.

આ એવા મહેલની વાત છે, જે કોઈ દેશમાં નથી આવ્યો, પણ ઉપ-દેશમાં આવેલો છે.

આ એક એવા મહેલની વાત છે, જેને બનાવવા માટે લક્ષ્મી=સંપત્તિ નથી વપરાઈ, પણ ''લક્ષ્મી''ના પસાયે - મહેરબાની નિર્માણ પામ્યો છે. અથવા તો એમ પણ કહી શકાય કે લક્ષ્મી-સંપત્તિથી આ મહેલ ખડો નથી થયો, પણ ''લક્ષ્મી'' રૂપી સન્મતિથી આ મહેલ ઊભો થયો છે.

આ એક એવો મહેલ છે, જે કોઈના પ્રેમમાં પડી જવાને લીધે તૈયાર નથી થયો, પણ પોતાના ''પ્રેમ'' માટે આને સંપન્ન કરવામં આવ્યો છે.

આ મહેલ એટલે એક મહાન ગ્રંથ.. જેનું નામ છે - ''ઉપદેશપ્રાસાદ''... પ્રાસાદ એટલે મહેલ...ઉપદેશોનો જે પ્રાસાદ-મહેલ, તેને કહેવાય ઉપદેશપ્રાસાદ...

આ મહાન ગ્રંથમાં ૩૬૦ વિભાગ છે. ૩૬૦ દિવસ સુધી અલગ-અલગ ઉપદેશો વાંચવાના - જાણવાના... વરસના બાર મહિનાના ૩૬૦ દિવસ સુધી દરરોજ એક-એક ઉપદેશ વાંચવાનો...

વિશિષ્ટ દિવસોમાં તે દિવસને લગતો વિશિષ્ટ ઉપદેશ પણ આપેલ છે. એ રીતે ક્રમ ગોઠવ્યો છે, કે તે દિવસોમાં તે-તે ઉપદેશ વ્યવસ્થિત રીતે ઉપસ્થિત થઈ જાય. એન તે-તે દિવસોનો ત્યાં તે-તે ક્રમાંક પણ લખેલ છે.

અત્યારે જે પર્યુષણ મહાપર્વ છે, તેમાં પર્યુષણ વિશેના વિશિષ્ટ પ્રવચનોની ગોઠવણી પર્યુષણાના દિવસોમાં જ આવે.

ભારતીય સંવત પ્રમાણે અહીં ચૈત્ર મહિનાથી વરસની શરૂઆત કરવામાં આવેલ છે. તે મુજબ પર્યુષણા મહાપર્વનો શુભારંભ ચૈત્ર સુદ-૧ થી ગણતાં, ૧૪૭માં દિવસે થાય. ચૈત્ર મહિનાના ૩૦ દિવસ. વૈશાખના ૩૦, જેઠના ૩૦, અષાઢના ૩૦ અને શ્રાવણના ૨૭... (શ્રાવણ સુદના ૧૫ અને શ્રાવણ વદના ૧૨..) એમ કુલ ૧૪૭ દિવસ થાય. એટલે કે ૧૪૭માં દિવસે પર્યુષણ મહાપર્વનો શુભારંભ થાય..તેથી તે દિવસોમાં પર્યુષણા મહાપર્વનો ઉપદેશ આપવામાં આવ્યો છે.

પર્યુષણના પ્રથમ દિવસે પર્યુષણના પાંચ કર્તવ્યો વિશે ત્યાં સમજાવ્યું છે. બીજા દિવસે વાર્ષિક ૧૧ કર્તવ્યો વિશે અને ત્રીજા દિવસે પોષધ વિશે જણાવેલ છે. તે જ રીતે ૧૦૪મા દિવસે (અષાઢ સુદ-૧૪ = ચૈત્ર-વૈશાખ-જેઠના ૩૦-૩૦ મળી ૯૦ અને ચૌદસ સુધીના ૧૪ એમ ૧૦૪ થાય.. તે બધે જ આ પ્રમાણે સમજી લેવું.) ચોમાસીની વાતો કરી છે.

૧૮૮મા દિવસે નવરાત્રિને લઈને બલિપ્રથા અટકાવવાની વાત કરી છે. તો ૨૧૦મા દિવસે દિપાવલીની (આસો વદ અમાસ), ૨૧૧માં દિવસે (કારતક સુદ-૧) બેસતાં વરસની, ૨૫૧માં દિવસે (માગસર સુદ-૧૧) મૌન એકાદશીની, ૨૨૫માં દિવસે કાર્તિકી પૂર્ણિમાની, ૩૪૫માં દિવસે (ફાગણ સુદ-૧૫) હોલીની વાતો જણાવી છે.

આ ગ્રંથના સર્જનહાર છે. આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજા... પોતાના નાના ગુરુભાઈ મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી પૂજ્યશ્રીએ આવા મહાન વિશિષ્ટ ગ્રંથની રચના કરી છે.

વિ.સં.૧૮૫૮ના પોષ વદ-૧૩ ( મેરુ તેરસ) ના દિવસ ( આ લેખકના ગુરૂશ્રી આચાર્ય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજનો કાલધર્મ મેરુતેરસના થયેલ - હ્લરૂૈં) ૬૪ વર્ષની ઊંમરે સુરતમાં કાલધર્મ પામનારા પૂજ્યશ્રી ૬ વર્ષની અતિબાલ્ય વયે સુરતમાં આવીને ગુરુદેવ વિજય સૌભાગ્યસૂરિજી મહારાજનું શિષ્યત્વ અંગીકાર કર્યું હતું.

આજ પૂજ્ય લક્ષ્મીસૂરિજી મહારાજે આ. વિ.ધર્મસૂરિજી સાથે પ્રેમભાવે નવાનગરમાં મળીને દેવસૂરપક્ષ અને આણસૂર પક્ષનો ઝઘડો મિટાવી સમાધાન કરીને 'વિજય દેવસૂર સંઘ' આ એક જ પક્ષ બનાવી દીધો હતો.

પ્રભાવના

વર્તમાનકાળે પર્યુષણા મહાપર્વના પ્રારંભના ત્રણ દિવસો દરમ્યાન જે 'પર્યુષણા અષ્ટાહિનકા વ્યાખ્યાન' નામે ગ્રંથ વંચાય છે. વ્યાખ્યાનો જ છે. અને આના પ્રથમ દિવસે છ અટ્વાઈ એટલે અષ્ટાહિનકાની વાત કરવામાં આવી છે, માટે આને અષ્ટાહિનકા વ્યાખ્યાન કહેવામાં આવે છે.