Get The App

કુદરતનો ખજાનો કરિશ્મા મજાનો .

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કુદરતનો ખજાનો કરિશ્મા મજાનો                       . 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

પાણીના ધરા તરફ જતા બેય ભાઈઓ તરસથી વ્યાકુળ છતાં ઊભા રહી ગયા... આગળ વધતાં અટકી ગયા... પાછા પગલે પાછા વળી ગયા... માણસોને થંબી જવાનું એક આશ્ચર્ય !!!

પાણીના ધરામાંથી બહાર નીકળેલાં બંને સાપ (એક મહાકાય અને એક ટબુકલો) આગળ વધતાં થંભી ગયા... રેખાને ઓળંગવાની જરાય તાકાત ના રહી... સાંપને થંભી જવાનું એક બીજું આશ્ચર્ય !!

હાથીઓનું એએક મોટું જુંડ પાણી પીવા માટે ત્યાં આવ્યું. સાપના ગયા પછી આવેલું આ હાથીઓનાં ઝુંડના નાયક હાથીએ અટકીને પીવા ઉતરવાની ના પાડી. હાથીને અટકી જવાનું આ ત્રીજું આશ્ચર્ય !!

આ આશ્ચર્યોને ખોલતી કથામાં આગળ વધીએ...

બંને ભાઈઓએ જ્યારે સાપની સવારી જોઈ ત્યારે આ સાપની ઉપર મંત્રશાસ્ત્રનો પ્રયોગ કરવાનું મન થઈ આવ્યું.

જોકે મોટાભાઈએ કહ્યું હતું કે આ ઝેરીલા સાપ પર એની કોઈ અસર થતી નથી. શાસ્ત્રોની, મંત્રોની વગેરેની અસર ક્યારેય ઝેરીલા માણસ પર થઈ છે ? અમૂક ઝેર મંત્ર શાસ્ત્રને ઓળંગી શકતા નથી, પણ અમુક ઝેર તો મંત્રશાસ્ત્રને ય બે-અસર કરી દે છે. એમાંનું એક ઝેર એટલે આ ટબૂકડો સાંપ. અને અન્ય ઝેર તો ઈર્ષ્યા-સ્વાર્થ વગેરેના તો માનવ-મનમાં વસે છે, જે મંત્ર-શાસ્ત્રથી બે-અસર છે.

છતાંય નાના ભાઈના કહેવાથી મોટાભાઈએ મંત્રશાસ્ત્રના પ્રયોગ તલે સાપના રસ્તા વચ્ચે એક મોટી રેખા દોરી દીધી અને બંને ભાઈઓ એક વૃક્ષ પર ચડી ગયા. સાપની સવારી આગળ વધતી એએ રેખા પાસે આવી. અને આગળ વધતી અટકી પડી. મોટા સાપની તાકાત નથી કે એએ રેખાને ઓળંગે આ જોઈ નાનો ઝેરીલો સાપ સમજી ગયો કે હવે એને મેદાનમાં ઉતરવું પડશે. એ માટે ટબુકલો સાપ મોટા સાપની પીડ ઉપરથી નીચે ઉતર્યો. ટબુકલો સાપ એએ રેખા પાસે આવ્યો. એએક હળવી ફુંક મારી રેખા ઉપર આડો-તેડો ચાલ્યો અને એ આખી રેખા ભૂંસી દીધી.

બંગલાના કંપાઉંડમાં કાર પ્રવેશવાની હોય અને ત્યાં કોઈ ચોકાદીર ના હોય ત્યારે ડ્રાઈવર સીટ પર રહેલો માણસ નીચે ઉતરે, ઝેર ખોલે અને પાછો ડ્રાઈવર સીટ પર ગોઠવાઈને ગાડી આગળ વધારે તેમ જ આ ટબુકલો સાપ રેખા ભૂંસીને પાછો મહાકાય સાંપ પર સવાર થઈ ગયો અને મહાકાય સાપ આગળ વધ્યો. અર્થાત્ ટબૂકલા સાપની સવારી આગળ વધી.

સાપે એ બન્ને ભાઈઓ તરફ નજર પણ ના નોંધી અને આગળ વધી ગયા. સાપે કાંઈ ના કર્યું તેથી ખુશ થતાં બંને વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને પાણીના ધરા આગળ આવ્યા. પણ આ શું ? ત્યાં એક નજર કરી અને દર એક નજર કરી. બંને ભાઈઓએ કંઈક મસલત કરી અને પાછા વૃક્ષ ઉપર ચડી ગયા.

વિન્દય પર્વતમાં એખ હાથીનું ઝુંડ ફરી રહ્યું હતું. સાથે શાપિણીઓ અને મદનિયા (હાથીના બચ્ચા) પણ હતા. આ મદનિયાનો શિકાર કરવા એક સિંહ સામે આવ્યો. ત્રાડ પાડીને છલાંગ ભરી. પણ મુખ્ય હાથી યુદ્ધ માટે તૈયાર હતો. મદનિયા અને હાથિણીઓને પાછળ કરીને હાથી આગળ વધ્યો સિંહને ગણતરીની પખોમાં સુંઢમાં ઉપાડી, નીચે પાડી પગ નીચે ચગદી દીધો. વિજયની એક ચીસ પાડીને તેઓ આગળ વધ્યા.

પાણીની તરસ લાગવાથી પાણીના એક ધરા પાસે આવ્યા. આ એ જ ધરો હતો, જેનું પાણી પીવા માટે આવેલા બેય ભાઈઓ બે વખત પાછા ફર્યા હતા. એક વખત તો એમાંથી સાપની સવારી નીકળતી હતી, તે માટે બીજી વખત જ્યારે તેઓ ત્યાં આવ્યાં, ત્યારે તેમણે જોયું કે પાણી ઝેરી બની ગયું હતું. નીલકંઠ-મહાદેવના કંઠ જેવું નીલ વર્ણન થઈ ગયું હતું. તે માટે તેઓ પાછા ફર્યા હતા.

વળી, તેઓએ પણ જોઈ લીધું હતું કે હાથીનું ઝુંડ આ તરફ પાણી પીવા આવી રહ્યું છે. તેમની પાસે કુદરતી વિજ્ઞાન હોય છે, એટલે ઝેર દૂર કરવા તે શું કરે છે, તે જાણવું પણ હતું, માટે ફરી પાછા વૃક્ષ પર ચડી ગયા.

હવે હાથીનું ઝુંડ અહીં આવે છે. મુખ્ય હાથી જાણી જાય છે કે આ ઘરો વિષમય બન્યો છે. તેવી ઝુંડને પાણી પીતાં અટકાવી દે છે. કુદરતની લીલા અપરેપાર છે. તેમની પાસે પણ આવું સહજ વિજ્ઞાન હોય છે.

ઝુંડને અટકાવી હાથી એક ઝાડીમાં જાય છે. એક વૃક્ષની ડાળ તોડી લાવે છે. અને પાણીમાં નાખી હવાવે છે. અર્થાત્ ડાળથી પાણીને ડોલાવે-હલાવે છે. થોડી જ વારમાં ઝેર બધું ડાળી સાથે ચુસાઈ જાય છે. પાણી નિર્વિષ બની જાય છે. હાથીનું ટોળું પાણી પીને અને જલક્રીડા કરીને પાછું વળે છે.

બંને ભાઈઓ આ જોઈ ખુશ થઈ જાય છે. ઝેર દુર કરવાનું ઔષધ મળી ગયું. પાણી પીને પેલી ડાળી લઈને ઘરે આવે છે. સુંદર સેવાના કાર્યો કરી નામના મેળવે છે.

કુદરતનું આ આશ્ચર્ય આખા જગતને શેર કરે છે. માનવ કરતાં પશુ-પંખીઓ હજુ ઘણાં આગળ છે. એમની પાસે ઘણી ગતાગમ છે. કુદરતી વિજ્ઞાનમાં તેઓ એકસપર્ટ છે. પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી જ સ્વસ્થ રહે છે.

પ્રભાવના

આયુર્વેદિકની ઉપયોગિતા અને વિશિષ્ટતાને વર્ણવતું આ કથાનક વૈધ કલ્પતરુ નામે સામાયિક (મેગેઝીન)ના સપ્ટેમ્બર-૧૯૬૫ના અંકમાં વર્ણવાયું હતું. અને આયુર્વેદના આ નામચિકમાં વર્ણવાયેલ આ કથાનકતું મૂળ છે - સુપાસનાહ ચરિય જૈનાચાર્યશ્રી લક્ષ્ણણગાણિ વિરચિત સુપાશ્વનાથ ભગવાનના જીવનચરિત્રને વર્ણવતા આ ગ્રંથમાં અનેક અવાંતર વાર્તાઓ છે. જેમાંની આ વાર્તા પૂજ્ય વિદ્વાન મૂતિશ્રી ધુરંધર વિજયજી મહારાજે શબ્દધુરંધર નામે પોતાના એક પુસ્તકમાં આલેખી હતી. કુદરતનો આ ખજાનો આ જગતમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ખોળતા આવડે તે ખોલી જાણે.

Tags :