Get The App

જ્ઞાાનનો સૂર્ય ઊગ્યો અને આત્માનું આકાશ ઝળહળાં થઈ ગયું!

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જ્ઞાાનનો સૂર્ય ઊગ્યો અને આત્માનું આકાશ ઝળહળાં થઈ ગયું! 1 - image

- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

ઈ. સ. પૂર્વે પાંચસોની વૈશાખ સુદી અગિયારસ, એકાદશીના દિવસે સકલશાસ્ત્ર શિરોમણિ, વેદવિદ્યા-પારંગત એવા પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયના નિવારણથી જૈનદર્શનના શિખરસમા ગણધરવાદના દાર્શનિક પ્રભાતની ગરિમામયી ઉષાનું પ્રાગટય થયું. પાવાપુરીથી વીસ માઈલ દૂર આવેલા આજના ગુણિયાજી તીર્થમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીના મેળાપની ઘટના બની. જૈન ધર્મનાં શ્રુતજ્ઞાાનની આ પાવન ગંગોત્રીમાંથી સમય જતાં શ્રુતજ્ઞાાનની પાવન ગંગાનો વિશાળ પટ સર્જાયો.

દીવાની આસપાસ ચોતરફ ઝળહળતો પ્રકાશ હોય; પરંતુ એની નીચે અંધારું હોય તેમ મહાજ્ઞાાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો અને એ સંશયના કારણ રૂપે ભગવાન મહાવીર કહે છે કે વેદપંક્તિના અર્થને બરાબર સમજવો જોઈએ. લ્લેંશ્નપ્ત્દ્યષ્દ્ય ચશ્ન ચણખ્તપ્ખ્તિ ગ્હણખ્તપ્િઃ હ્રિંઢેપ્ર્પ્, ણ્વ્પ્ખ્તશ્ન્દ્યઢ ેંશ્નદ્યૈપ્ેંણ, દ્યરૂમણખ્તેપ્છિં પ્ત્ંગ્દણફેંણ ળ'

ભગવાન મહાવીરે કહ્યું કે, 'આના પરથી તમે સમજ્યા કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, પંચ મહાભૂતોમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થાય છે. જ્યારે અન્ય સ્થાને વેદમાં આત્માના અસ્તિત્વની ઘોષણા ક૨વામાં આવી છે, પરંતુ આવા પરસ્પર વિરોધી એવાં વેદવાક્યોને કારણે તમારા મનમાં શંકા ઉત્પન્ન થઈ કે જીવનું અર્થાત્ આત્માનું અસ્તિત્વ ખરેખર છે કે નહીં ? મારી વાત સાચી છે ને ?

આ સાંભળી સકલ વેદશાસ્ત્ર  વિશારદ ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યમાં ડૂબી ગયા. ભગવાન મહાવીરે જાણે વર્ષોથી એમની દુઃખતી રગ જ પકડી ન હોય ! વળી એમના મનમાં રહેલો સંદેહ સૌ સમક્ષ પ્રગટ થવાથી ઇન્દ્રભૂતિ ગૌતમની અલ્પજ્ઞાાતા પ્રગટ થઈ ગઈ અને એમનો ગર્વ ઓગળવા લાગ્યો. આમ છતાં ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના મનને સમજાવવા લાગ્યા, 'કદાચ વેદોના અઘ્યયન દરમિયાન એમના મનમાં પણ આ જ રીતે સંદેહ ઉત્પન્ન થયો હોય, જે મારા મનમાં પ્રગટ થયો છે. એટલે ફક્ત સંદેહ પ્રગટ કરવામાત્રથી ભગવાન મહાવી૨ને એમને સર્વજ્ઞાા માની લેવા એ નર્યું ભોળપણ છે. જો તેઓ મારા સંદેહનું નિવારણ કરી આપે, મારી શંકાનું સમાધાન કરી આપે, મારા પ્રશ્નનો સાચો ઉત્તર આપીને, મને સંશય-મુક્ત કરે, તો હું જરૂ૨થી એમને 'સર્વજ્ઞાા' માનું. 

ઇન્દ્રભૂતિએ કહ્યું, 'મારા ચિત્તમાં જીવના અસ્તિત્વ વિશે વર્ષોથી શંકા ઘોળાતી હતી. તમારી વાત સાચી છે, હવે એનો યોગ્ય ઉત્તર આપો તો હું તમને સર્વજ્ઞાા માની શકું. નહીં તો નહીં. છે કોઈ જવાબ એનો તમારી પાસે ?

પ્રભુ મહાવીરે હળવા હાસ્ય સાથે કહ્યું, 'સર્વજ્ઞાાતા એ કોઈના માનવા ન માનવા પર નિર્ભર નથી. જરૂ૨ માનવાની નહીં, પણ જાણવાની છે. વેદવાક્ય તો સર્વથા સાચું જ છે, પણ તેનો અર્થ તમે જે સમજો છો, તે બરાબર નથી.' 

અને પછી પ્રભુ મહાવીર એનો અર્થ દર્શાવતાં કહે છે કે, 'વિજ્ઞાાનઘન (ગમન-આગમન વગેરેની ચેષ્ટાવાળો, ચૈતન્યના પિંડરૂપ) આત્મા જ આ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ) મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થતાં નષ્ટ થઈ જાય છે. મર્યા પછી સંજ્ઞાા (જીવ) રહેતી નથી.' દરેક શરીર વિશેષ સંજ્ઞાાથી ઓળખાય છે, પણ આત્મા કદી નાશ પામતો નથી. આત્મા ધ્રુવ અને નિત્ય જ રહે છે. 

વેદ પદોનો આ જ ઘ્વનિ છે. કાળાં વાદળોથી ભર્યું ભર્યું આકાશ એકાએક નિરભ્ર થઈ જાય અને ઝળહળતો સૂર્ય પ્રકાશિત થાય તે રીતે જ્ઞાાનનો સૂર્ય અને આત્માના અસ્તિત્વની વાત સમજાવા લાગી. 

આ પંચમહાભૂતો શરીર રૂપે પરિણમે છે, ત્યારે આ ઘરો છે, આ ઘર છે, આ મનુષ્ય છે એમ જાણી શકીએ અને એ રીતે સર્વ જ્ઞાાનનો અને જ્ઞોયનો સમુદાય ઉત્પન્ન થાય છે, પણ આ સર્વ પદાર્થનું જ્ઞાાન કરનાર આત્મા નામનો પદાર્થ છે, એમ તમે માનતા નથી. કેમ કે તમે માનો છો કે જેમ પંચભૂતો ઉત્પન્ન થાય છે અને જળનાં પરપોટાની જેમ લય પામે છે. આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, આથી માનો છો કે પરલોક નથી અને પરલોક ન હોય તો એમ પણ માનવા લાગશો કે પરલોકથી અહીં કોઈ આવતું નથી. વળી જ્યાં આત્મા જ ન હોય, ત્યાં લોક-પરલોક ક્યાંથી હોય? ળ

પ્રભુ મહાવી૨ વિશેષમાં કહે છે, 'હે ઇન્દ્રભૂતિ ! તર્કથી તમને આ વાત સંગત લાગે છે કે આત્મા સ્પર્શાદિ અનુભવથી પ્રત્યક્ષ જણાતો નથી. જો આત્મા હોય તો એ દેખાવો જોઈએ. એટલે કે એ પ્રત્યક્ષ નથી એ જ રીતે અનુમાનથી પણ આત્મા માની શકાતો નથી. રસોડામાં કોઈએ અગ્નિનો ધુમાડો જોયો હોય, તો વ્યક્તિ જ્યારે અન્યત્ર ધુમાડો જુએ, ત્યારે અગ્નિનું અનુમાન કરી શકે છે, પણ આત્મા એમ અનુમાનથી પ્રત્યક્ષ જણાતો નથી.'  વળી શાસ્ત્રોમાં પણ કોઈ નિશ્ચિત અર્થ નથી. કોઈ કહે છે કે આત્મા છે, તો કોઈ વળી કહે છે કે આ જગતમાં આત્માને સરખાવી શકાય તેવો કોઈ પદાર્થ નથી. જો આવું જ હોય તો પછી આત્માને કોના જેવો માનવો ?

આમ એક બાજુ આત્માની ઉપસ્થિતિ સિદ્ધ થઈ શકતી નથી અને બીજી બાજુ આત્મા છે, એવું જણાવનારાં વેદવાક્યોને તમે જાણો છો અને તેથી જ તમે આ મહાસંશયમાં પડયા છો. વેદવાક્યોનો યોગ્ય અર્થ નહીં સમજવાને કારણે આવો સંશય જાગ્યો છે. એ સંશયને દૂર કરતાં ભગવાને પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવ્યું.

જ્ઞાાનનો સૂર્ય ઊગે અને આખુંય આત્માનું આકાશ ઝળહળ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ. પ્રભુ મહાવીર એમને આગમ પ્રમાણથી સાબિત કરી આપે છે તેમજ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ સંભવ (ઐતિહ્ય) પ્રમાણોથી પણ આ સમજાવે છે. આને વર્તમાન સંદર્ભમાં સમજીએ.

(૧) કોઈ એમ કહે કે અમે આત્માના અસ્તિત્વને માનતા નથી, ત્યારે એટલું તો સિદ્ધ થાય છે કે આત્મા નામનો કોઈ પદાર્થ છે તો ખરો. જેમ સંશય એ જ્ઞાાનનો એક પ્રકાર છે, એ જ રીતે તર્ક, જિજ્ઞાાસા અને બોધ પણ જ્ઞાાનના પ્રકાર છે.

(૨) માનવીનો મૃતદેહ હલનચલન કરી શકતો નથી, કારણ કે એમાં આત્મા હોતો નથી. વળી આત્મા અનુભવે છે અને એથી તો આપણે હર્ષ, શોક, સુખ અને દુઃખ અનુભવીએ છીએ. સવાલ એટલો છે કે આપણને આપણી મૂર્ત ઇંદ્રિયોથી અમૂર્ત આત્માની ઓળખ થતી નથી, તેથી આવું માની બેઠા છીએ. 

એક વાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના પ્રવાસ દરમિયાન કુશાગ્ર બુદ્ધિ ધરાવતા એક વકીલે સવાલ કર્યો, 'તમે આત્માની બહુ વાતો કરો છો, તો મને આત્માનું અસ્તિત્વ બતાવો.' 

સ્વામી વિવેકાનંદે એક સોય લીધી અને એ વકીલના હાથ પર જરાક ભોંકી કે તરત જ એ વકીલ ચીસ પાડી ઊઠયા, 'અરે, આ શું કરો છો ? તમે તો કેવા છો ? આ સોય વાગતાં મને કેટલી વેદના થઈ, તેની તમને ખબર છે ?'

સ્વામી વિવેકાનંદે કહ્યું કે, 'ઓહ, તમને ઘણી વેદના થઈ. ખરું ને ? જરા, મને એ વેદના પ્રત્યક્ષ બતાવો તો ખરા.'

'વેદનાને તો કઈ રીતે બતાવી શકાય ? એ તો અનુભવની ચીજ છે.' 

સ્વામીજીએ વળતો ઉત્તર આપ્યો, 'વેદનાની જેમ આત્મા પણ અનુભવની ચીજ છે, એને પ્રત્યક્ષ બતાવી શકાય નહીં.' 

અઘ્યાત્મ જીજ્ઞાાાસુઓ, આત્માનાં અસ્તિત્વ વિશેની ઘણી માર્મિક ચર્ચા અને સાબિતી હવે પછી જોઈશું. '

(ક્રમશઃ)