Get The App

વ્યક્તિમાં ''પરમાર્થ ભાવનો'' વિકાસ થવો જ જોઇએ .

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
વ્યક્તિમાં ''પરમાર્થ ભાવનો'' વિકાસ થવો જ જોઇએ                  . 1 - image

મનુષ્ય વિશ્વમાં જે વિકાસ કરે છે, તેનું સંપૂર્ણ સ્રેય સમાજને જાય છે. સમાજની અગણિત મદદ લઇને મનુષ્ય મોટો થાય છે.

આ સમજથી જ આપણા ઋષિ, મહર્ષિ, અવતારો. મહાત્માઓ, સમાજ સેવકો, વિચારશીલાએ, સમાજની ગરિમાનો ગંભીરતાપૂર્વક અનુભવ કરી, માનવજાતની પ્રગતિમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન માન્યું છે. પ્રત્યેક માનવીમાં રહેલી પરમાર્થપૂર્ણ સામાજિકતા એ જ પ્રગતિની નિશાની છે.

દુનિયાના તમામ મહાપુરુષોએ પરમાર્થ ઉપર ભાર મૂક્યો છે. પરમાર્થ એટલે, પોતાનું ભલું તો ખરું...પણ, સાથે સાથે..ભેદભાવ વિના...આસપાસ સર્વનું શક્તિ પ્રમાણે...નિષ્ઠાપૂર્વક ભલું કરવું. સ્વવિકાસ સાથે સર્વનો પણ વિકાસ સાધવાનો.

માનવીનું જીવન એ સમાજની સંપત્તિ છે. તેનો ઉપયોગ સમજના કલ્યાણ અને તેના હિત માટે થવો જ જોઇએ. સૌ એકબીજાનો સુખ-સગવડ, દુ:ખ.. આપત્તિ.. અગવડ..વિટંબણાઓ...પડકારોમાં સાથે રહી, પરમાર્થભાવનો વિકાસ કરે. આમ કરવાથી સેવાપૂર્ણ વ્યક્તિત્વ, સાથે સમાજની શક્તિ...વિકાસમૂલક સદ્ભાવનાઓ પ્રગટી ઊઠે છે ને ...સર્વવિશ્વ, વ્યક્તિનો પોતાનો પરિવાર બની જાય છે.

કલ્યાણકારી પરમાર્થ પ્રવૃત્તિની પાછળ, કલ્યાણકારી હેતુ રહેલો છે. તેનાથી દરેક માનવમાં સંગઠન, સદ્ભાવના, સંધીશક્તિ, સર્વજનમાં ભાઈચારાની ભાવના વિકસિત થાય છે. ઇર્ષા, દ્વેષ, સ્વાર્થની વિકૃત્તિઓ નામશેષ બની જાય છે.

''બહુજન હિતાય...સુખાયની ભાવનાનું પ્રભુત્વ વધતું જાય છે. ત્યારે આપણે પોતે એકાકી નહિ રહીએ. આપણા પ્રશ્નો, મુશ્કેલીઓ, વિટંબણાઓ સમાજનાં બની જશે અને આખો સમાજ તેને હલ કરવામાં સાથ આપશે.'' સમાની વ: આકૃતિ...સમાના હૃદયાનિ વ:...સમાનમસ્તુ...અમારાં હૃદય એક જેવાં હોય, વિચાર એક હોય, સંકલ્પ એક જેવા હોય. જેથી આપણે સંગઠિત થઇ બધાં જ કામ પૂર્ણ કરીશું.'' - વેદની આ પ્રાર્થનાની અનુભૂતિ થઇ શકશે.

વ્યક્તિગત સ્વાર્થ ભૂલી, સ્વધર્મ સમજી પારમાર્થિક સાથેની સામાજિક પ્રગતિનો પુરુષાર્થ સતત જાગૃત રહે તે માટે કટિબદ્ધ થઇશું.

ઓમ સહનાવવતુ,

સહનૌભૂનક્તુ

સહવીર્યમ્ કરવા વહૈ

તેજસ્વિના વધિત મસ્તુ...

અમે સૌ સંપથી જીવીશું...સાથે જ વિકાસનો લાભ લઇશું સૌની શક્તિથી ઉત્કર્ષ માટે જીવીશું. સૌ પ્રકાશમાન... તેજસ્વી શક્તિમાન બનશે.

'સંઘે શક્તિ કલૌયુગે' એવા સંકલ્પ સાથે પુરુષાર્થપૂર્વક જીવીશું... જીવનમાં સદા, પારમાર્થિક સુગંધ ફેલાવતા રહીશું.

શ્રદ્ધા અને જીવનપ્રત્યેનો પરમાર્થી... માનવીય અભિગમ  વિશ્વશાંતિ તરફ આપણને લઇ જશે.

જીવનનું કલ્યાણ કરનાર, પવિત્ર દિવ્ય ચારમાસની, ચર્તુમાસ આધ્યાત્મિક પળોમાં, ઋષિ મુનિઓએ બતાવેલ અધ્યાત્મના ઉજળા પથપર, ''દિવ્યયાત્રા'' શરૂ કરીશું.

દુર્લભ છે અનુષ્યભવ, સત્કર્મોથી એને સમજાવીએ,

બની પરોપકારી અંત સુધી, સિંચી, સ્નેહે સાર્થક બનાવીએ.