Get The App

ભગવાન ગણેશનો એકાક્ષરી મંત્ર .

Updated: Sep 13th, 2023


Google NewsGoogle News
ભગવાન ગણેશનો એકાક્ષરી મંત્ર                    . 1 - image


- જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ ભક્ત હોય અને જેઓ સદાચારી અને દયાળુ હોય એમને જ આ મંત્રોનો ઉપદશે કરવો. જે મનુષ્ય આ મંત્રનો અપાત્ર મનુષ્યને ઉપદશે કરે છે એની દસ પેઢીઓ નરકમાં જાય છે. જે મનુષ્યો પૂર્ણ ભ ક્તથી અને શુદ્ધ અંતઃકરણથી ભગવાન ગણેશની ઉપાસના, પૂજન અને મંત્રજાપ કરે છે એને સંપત્તિ અને જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે.

ભ ગવાન ગણેશજી એ અનાધિ દેવ છે. પૃથ્વી તત્ત્વના દેવ ભગવાન ગણેશજી છે. ગણપતિ અથર્વશિર્ષમાં ભગવાન ગણેશજીનો મહિમા વર્ણવતાં કહ્યું કે, 'ત્વં મુલાધાર  સ્થતોસિ નિત્યમ્.' આપણા શરીરમાં સાત ચક્રો છે. જેમાં સૌથી પ્રથમ ચક્ર એ મુલાધાર ચક્ર છે. મુલાધાર ચક્રના જો કોઈ દેવ હોય તો તે ભગવાન ગણેશજી છે. અર્થાત્ યોગીઓએ પણ યોગ સાધનામાં આગળ વધવું હોય તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવી પડે. ભગવાન ગણેશજીની ઉપાસના માટે એકાક્ષર મંત્ર એ સર્વોત્તમ મંત્ર છે. એકાક્ષર મંત્ર એટલે 'ગં.' આ એક અક્ષરનો જે મંત્ર છે એ સર્વ સિદ્ધિ પ્રદાન કરવાવાળો છે. ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં બ્રહ્માજી ભગવાન વેદવ્યાસજીને આ મંત્રનો મહિમાં પ્રગટ કરે છે. 

બ્રહ્માજીએ વ્યાસજીને કહ્યું કે, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્ર છે. એ સર્વે મંત્રો તમને ન કહેતાં ફક્ત જે મંત્રથી તત્કાલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો મંત્ર તમને હું કહું છું. ભગવાન ગણેશના અનેક મંત્રોમાં સપ્ત કોટિ મહામંત્રો છે. આ મંત્રોનું રહસ્ય થોડુ ઘણું ભગવાન શંકર જાણે છે અને થોડું હું જાણું છું. સર્વે મંત્રોમાં ષડક્ષર મંત્ર શ્રેષ્ઠ છે અને બીજો એકાક્ષરી મંત્ર શ્રેષ્ઠ છે. આ બે મંત્રોના યથોચિત જાપ જપવાથી સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 

એકાક્ષર મંત્ર એટલે 'ગં' અને ષડક્ષર મંત્ર એટલે 'ઓમ શ્રી ગણેશાય નમઃ'. ભગવાન ગણેશની ઉપાસના કરનાર જીવનમુક્ત હોય છે અને તેઓ દેવતાઓ દ્વારા પૂજાય છે. તેઓને સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને પોતાનું મનોવાં ચ્છત કાર્ય તેઓ સિદ્ધ કરી શકે છે. જેઓ ગણપતિની ભ ક્ત કરતાં નથી તેઓનું દર્શન કરવું પણ પાપમય છે. ભગવાન ગણેશના ઉપાસકોનાં સર્વે વિઘ્નો નષ્ટ થાય છે.

બ્રહ્માજી કહે છે કે, 'હે વ્યાસજી ! એ માટે હું પ્રથમ તમને એકાક્ષરી મંત્ર આપું છું. આ મંત્રનો જાપ કરવાથી તમારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.' 'અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પહેલાં પ્રથમ સ્નાન કરવું. પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી દર્ભાસન અથવા અન્ય આસન પર બેસવું. પ્રાણાયામ કરી અંતર્માતૃકા-બહિર્માતૃકાના ન્યાસ કરવા. એ પછી ભગવાન ગણેશના સ્વરૂપનું ધ્યાન ધરી એમની માનસ પૂજા કરવી. પછી ભગવાન ગજાનન પ્રસન્ન થાય ત્યાં સુધી અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરવો.' આમ કહી પિતામહ બ્રહ્માએ એક શુભ દિવસે વેદવ્યાસજીને એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. 

એ પછી બ્રહ્માજી બોલ્યાં કે, 'જે સ્થળે જરા પણ વ્યગ્રતા ન થાય એવા એકાંત સ્થળમાં બેસી ભગવાન ગણેશનું તમે અનુષ્ઠાન કરો. આ મંત્રનો ઉપદેશ ના સ્તક, શઠ, કુટિલ, દુરાચારી, ક્રુર અને નિર્દય મનુષ્યોને કદાપિ કરવો નહીં. જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ ભક્ત હોય અને જેઓ સદાચારી અને દયાળુ હોય એમને જ આ મંત્રોનો ઉપદશે કરવો. જે મનુષ્ય આ મંત્રનો અપાત્ર મનુષ્યને ઉપદશે કરે છે એની દસ પેઢીઓ નરકમાં જાય છે. જે મનુષ્યો પૂર્ણ ભ ક્તથી અને શુદ્ધ અંતઃકરણથી ભગવાન ગણેશની ઉપાસના, પૂજન અને મંત્રજાપ કરે છે એને સંપત્તિ અને જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે. એ મનુષ્ય સમૃદ્ધ અને સુખનો ઉપભોગ કરે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે.'  

બ્રહ્માજીએ ભગવાન વેદવ્યાસજીને એકાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ભગવાન વેદવ્યાસજીને એકાક્ષર મંત્રની દિક્ષા આપી. ભગવાન ગણેશજીની ઉપાસના વેદવ્યાસજીએ કરી. ભગવાન ગણેશજીની કૃપાથી જ વ્યાસજીએ વેદોનું વિભાજન કર્યું અને મહાભારત જેવા ગ્રંથનું નિર્માણ ગણેશજીની કૃપાથી ભગવાન વેદવ્યાસજી કરી શક્યાં. 

આપણી સનાતની પરંપરામાં પંચદેવની પુજાનું મહત્ત્વ છે. જેમાં પ્રથમ ગણેશજીની પુજાનું વિધાન છે. સર્વ દેવ-દેવીઓએ પણ ભગવાન ગણેશજીની ઉપાસના કરી છે. આપણે પણ ભગવાન ગણેશજીની ઉપાસના કરી આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના સાથે..અસ્તુ !.              

-  પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News