Get The App

સાધુ એ છે કે ગુણદોષ રૂપી દૂધને ગ્રહણ કરે છે

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
સાધુ એ છે કે ગુણદોષ રૂપી દૂધને ગ્રહણ કરે છે 1 - image

બુરાઈઓ સાથે આપણે શું લેવા-દેવા ? એટલે તો ભગવાને ગીતામાં કહ્યું છે કે 'क्षिप्रं भवति धर्मात्मा ગમે તેવો દૂરાચારી પણ જો માટે શરણે આવે તો તુર્તજ તેને હુ ધર્માત્મા બનાવી દઉં છું. (ભગવાન શ્રીકૃષ્ણ) નારદજીનું પતન નથી થયું એનું એક જ કારણ 'ગીતા'ના આ ન્યાયે મળે છે. ગીતા કહે છે કે 'ने भक्त प्रणश्यति ' મારા ભક્તનો નાશ નથી થતો.

બીજાના દુઃખોમાં ભાગ લેવો. પરપીડાને જાણવી શક્ય હોય તો અને તેટલી મદદ તેને કરવી. દરેકને લોકમાં વંદન કરવા એ સાધુ-ચરિત પુરૂષનાં લક્ષણ છે.

જેના મનમાંથી કામ-ક્રોધનું દહન થઈ ગયું હોય. નિરાભિમાની થઈ નિર્મળ મન વાળો થાય તે ઇશ્વરને પ્યારો બની જાય છે. કોઈની પણ નિંદાન કરે વાણી, મન, નિર્મળ રાખે. અને સાથોસાથ તૃષ્ણાઓ છોડી દરેક ઉપર સમદ્રષ્ટિ રાખે, મોહને માયાથી પર રહે તેવો પુરુષ સાચો સંત કે વૈષ્ણવ છે. તુલસીદાસજી પણ કહે છે કે

- સરલ સ્વભાવ ન મન કુટિલાઈ

યથા લાભ સંતોષ સદાઈ ।।

ભગવાન આપણા જીવનમાં આવો રંગ લાવે અને આપણા મલિન મનને શુધ્ધ કરે. આપણા દોષોને ન જુવે, તેમન સન્મતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના સાથે 'જય શ્રી કૃષ્ણ'

- ડો.ઉમાકાંત.જે.જોષી