- વિદુરજી ભગવાન કૃષ્ણનાં અઠંગ ભક્ત હતા. એમને એક રાતનાં ઊંઘ ના આવી. કોઈ ડર લાગતો હતો. ડર કેટલાક માણસોને પણ ત્રાસ કરી નાખે છે. પણ આ તો પ્રખર ભક્ત હતાં. પણ ડર એમ ક્યાં ભેદભાવ રાખે છે?
એક દિવ્ય ચેતના આપણી અંદર કામ કરે છે જ-તો પછી આપણને મુશ્કેલી મુકનારું કોણ? આપણાં આનંદનો વિરોધ કોણ કરે છે? આપણને સુખ મળે છે તો એને આપણે માણી શકતા નથી. અને આપણને ખબર પડે એ પહેલા એ આપણી પાસેથી ખુંચવાઈ જાય છે એવું કેમ બને છે ? આપણા જીવનનું નિયંત્રણ કરનારા પરિબળો ક્યાં ? જીવનનું અંતિમ લક્ષ્ય શું ? આ સચોટ પ્રશ્નો છે. આ સભા ગજવનારી વાણી નથી. આપણા જીવનને લગતા આ નક્કર પ્રશ્નો કોઈવાર તો આપણને જાગવા જ જોઈએ. હવે એક પ્રશ્ન વધારાનો: ટટ્ટાર ખડા રહેવાની તાકાતવાળા માણસો પેટ ઘસડીને ચાલે છે એ શું બરાબર છે ? તમને પોતાને પણ આવી કોઈ નિર્બળતા અને લાચારીનો અનુભવ થતો હોય તો પરમાત્માની શક્તિનો ઉપયોગ કરવાનું તમે અત્યારે જ શરૂ કરી શકો છો. ''આજના માણસના પ્રશ્નો ઉકેલવા માટે ધર્મનો નવો ઉપયોગ કરવાનું પશ્ચિમમાં ખાસ જોવા મળે છે એનું કારણ શું ? ભૌતિકતાની ઝાકમઝોળ વચ્ચે પણ ત્યાનાં માણસને સુખ શાંતીનો અનુભવ થઈ શક્યો નથી.લ્લલ્લ એક સમય એવો હતો જ્યારે ધર્મ માનવીના જીવનનાં અણુ અણુમાં રસાઈ જતો હતો. ધર્મ માનવીના જીવનનાં તમામ પાસાનું નિયંત્રણ કરતો હતો. પણ આજે એ સ્થિતિ રહી નથી. (ઉ.દા. જે યુધ્ધો થઈ રહ્યા છે....? ''ચિંતા એટલે ? આનો ઉકેલ શો ? ચિંતાઓના પથ્થરો દુર ફંગોળી દો જો તમારામાં તાકાત હોય તો ! આપણે તો ઘડિયાળનાં બહારનાં કાંટાને ને એની હલનચલન જ જોયા કરીયે છીએ. પણ ડાયલની અંદરનાં જે અસંખ્ય ચક્રો છે ને ચાવીની જે કામગીરી છે એના વિષે આપણે શું જાણીયે ? દુ:ખ ને વ્યથાનાં ભાવ, ડર, ચિંતા, ભય, અધિરતાને એવા કેટલાંય રૂપ ધારણ કરીને મનનાં ગોટાળા બહાર આવે છે. ઘડિયાળનું ડાયલ લૂછયા કરવાંથી કંઈ વળવાનું નથી. વેદો કહે છે, એક પ્રચંડ પ્રકાશ તમારી અંદર છે. એને જાગૃત કરો. એક દિવ્ય સામ્રાજ્યને, આ દિવ્ય પ્રકાશને જગાડવાનો પ્રયત્ન કરવાનો છે. વિદુરજી ભગવાન કૃષ્ણનાં અઠંગ ભક્ત હતા. એમને એક રાતનાં ઊંઘ ના આવી કોઈ ડર લાગતો હતો. ડર કેટલાક માણસોને પણ ત્રાસ કરી નાખે છે. પણ આ તો પ્રખર ભક્ત હતાં. પણ ડર એમ ક્યાં ભેદભાવ રાખે છે ? વિદુરજી અકળાતા હતા ત્યાં જ નારદજી ત્યાં આવ્યા. એમણે પૂછયું. કેમ અકળાઓ છો?'' ''નિંદર નથી આવતી, કોઈ અજાણ્યો ભય અકળાયે રાખે છે.'' ''ભગવાનનું નામ લ્યો તો ?'' તમને વળી આ શિખવવાનું હોય ? જાણો છો કે પરમાત્મામાં લીન થઈએ તો બધા જ સંકલ્પ વિકલ્પ ઓગળી જાય છે ? ''વિદુરજી એ આ સાચો માર્ગ પસંદ કર્યો અને એમને શાંતિ થઈ મનોવિજ્ઞાાન માનવીનાં પ્રશ્નો ઉકેલીને તેને વધારે ઉચ્ચત્તર જીવનનો સ્વામી બનવાની ખેવના રાખે છે. પચ્છિમમાં તો ધર્મને છેક મનોવિજ્ઞાાનનું શાસ્ત્રીય સ્વરૂપ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના સારા પરિણામ ચારે તરફ દેખાઈ રહ્યા છે.'' રોજ થોડો સમય ગાળવાની ટેવ કેળવીયે તો આપણને ધર્મનાં સાચા તત્ત્વનો ખ્યાલ આવે. સવારે દોડાદોડી કરતાં કરતાં શાલીગ્રામને ધોઈ નાંખીને ચાર ટીલા ટપકાં કરવામાં જ ધર્મસાધનાની ઈતિશ્રી માની લેનારાઓ ખરેખર ભૂલમાં જ પડેલા છે. એમને ખબર જ નથી કે ભક્તિ કોને કહેવાય? એકાંતમાં બેઠા પછી એનો થોડો ખ્યાલ આવી આપણે ચિંતા નહીં. ચિંતનનાં માર્ગના પ્રવાસી બનવાનું છે. એક મિત્ર કહેતો ''હું કેટલાય સમયથી ધર્મને માર્ગે વળ્યો છું પણ તમે જે અનુભૂતિની વાત કરો છો એનો સ્પર્શ પણ નથી થતાં. હું ખુબ મુક્તિ માંગું છું. પણ મને એ મળતી નથી.લ્લલ્લ મુક્તિ માંગી મળથી નથી. માથું મારીને એ મેળવવાની હોય છે. તમે પોતાના બંધનોને પ્રેમ કરો ને બીજી બાજુ બૂમો પાડયા કરો છો એ કેમ ચાલે ? ''પણ જગતનોય વિચાર કરવાનો હોય કે નહિ ? બહારની બાબતોની અવગણના શી રીતે થઈ શકે ?'' બહાર બાબતોનું મૂલ્ય ભલે ગમે તે હોય આપણે અંદરની દિવ્ય હકીકતના માર્ગે વળીયે એટલે બધું એનાં ચોકઠામાં ગોઠવાઈ જાય. બાકી સાચી મુક્તિ વગર કાંઈ નથી. જે પોતાની નૌકાનાં લંગર છોડયા વગર હલેસાં મારીને હાથને થકવે છે એ પોતાની શક્તિઓને વ્યર્થ જ વેડફે છે. ધર્મ આપણને પરિવર્તનનો માર્ગ બતાવે છે. આ જીવન ખરેખર કેવું બની શકે એ સ્થાન આપણને સાચો ધર્મ જ આપી શકે. ધર્મના સાચી સાધના આપણને નવ દ્રષ્ટિનો લાભ આપી શકે.
પોતાની સામે પ્રગટેલો આ કે તે સત્યનો ઝબકાર આ ઝબકાર તમને મળે એવી મારી પ્રાર્થના છે. ધર્મની સાચી ઉપાસના તમને આ સાક્ષાત્કાર કરાવશે જ.
- ચેતન એસ. ત્રિવેદી


