શ્રીમદ્ ભગવદ ગીતાનો 15મો અધ્યાય 'શ્રી પુરૂષોત્તમ યોગ'
- યોગેશ્વર શ્રી કૃષ્ણ ભક્ત અર્જુનને ૧૫માં અધ્યાયમાં કહે છે કે 'લોકમાં અને વેદોમાં હું પુરૂષોત્તમ નામે પ્રસિધ્ધ છું
અતોસ્મિ લોકે વેદેચ પ્રથિત: પુરૂષોત્તમ:
યોગેશ્વર શ્રી કૃષ્ણ ભક્ત અર્જુનને ૧૫માં અધ્યાયમાં કહે છે કે 'લોકમાં અને વેદોમાં હું પુરૂષોત્તમ નામે પ્રસિધ્ધ છું.
સમગ્ર વર્ષ દરમ્યાન વૈષ્ણવ હવેલીમાં બારેમાસ ઉજવાતા મનોરથો વિશેષરૂપે અધિક માસમાં ખાસ ઉજવાય છે. જે-તે તિથિ અનુસાર શ્રી ઠાકોરજીની પ્રસન્નતા અને સુખ અર્થે હિંડોળા, ઠકરાણી ત્રીજ, પલના, બંગલા, હાટડી, દાણલીલા, સાવનભાદો, ફાગ, નાવમનોરથ. આ સમગ્ર ઉત્સવો જે પ્રભુએ વ્રજમંડળમાં નિજલીલામાં પ્રગટ કર્યા તે રાસની રમઝટ સાથે ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાય છે. હવેલીને શિખર નથી હોતું કારણ કે તે નંદબાવાનું ઘર ગણાય છે. નંદ-યશોદાજીના ભાવથી પ્રભુ આ સેવા સ્વીકારે છે. આમ 'અધિકસ્ય અધિક ફલં' સાર્થક થાય છે. સૌ કોઇ પ્રેમપૂર્વક પ્રભુને લાડલડાવીને ગાય છે કે...
મારે ઘેર પુરૂષોત્તમ પધાર્યા રે
મેં તો લઇને મોતીડે વધાવ્યા રે
કંકુ સાથે ચોખલીયે વધાવ્યા રે
પાણી સાથે દૂધડીએ નવરાવ્યા રે
વ્હાલે મારે કરૂણાની દૃષ્ટિએ જોયું રે
બેની મારે એ વરશું મન મોહ્યું રે
પડયુ મારે નંદના કુંવર સાથે પાનુ રે
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે
દુરિજનને કહેવું હશે તે કહેશે રે
વ્હાલો મારો હૃદય કમળ વચ્ચે રહેશે રે
ધન્ય ધન્ય ગોકુળના ગિરધારી રે
વ્હાલાને જોવા મળી વ્રજનારી રે
ધન્ય ધન્ય યમુનાજીના નીર રે
વ્હાલો મારો નિત્ય પખાળે શરીરે રે
ધન્ય ધન્ય ગોકુળ ગામની ગાયો રે
વ્હાલો મારો નિત્ય ચરાવાને જાય રે
બેની હું તો પુરૂષોત્તમની દાસી રે
ટળી માળી જન્મમરણની ફાંસી રે
વધુમાં પ્રભુ અર્જુનજીને જણાવે છે કે....
'યો મામેવમ સંમૂઢો જાનાતિ પુરૂષોત્તમં ।
સ સર્વવિઘ્ભજતિમાં સર્વભાવેન ભારત ।।
શ્રી પૂર્ણ પુરૂષોત્તમ સ્વયં શ્રીકૃષ્ણ ચરણાવિંદમાં
તુલસીદલ સહિત કોટિ કોટિ દંડવત પ્રણામ સહ,
- મુકેશભાઈ ભટ્ટ