Get The App

બેટ દ્વારકામાં તોળાતું જળસંકટ 10 દિવસે એક વખત અપાતું પાણી

- ઘરમાં પાણી આવતું નથી અને ઘરની બહાર નિકળવાની લોકોને મનાઈ

- પાણી વિતરણની એક લાઈન બંધ, બીજી લાઈનમાં અવાર-નવાર ભંગાણ

Updated: May 13th, 2020

GS TEAM

Google News
Google News
બેટ દ્વારકામાં તોળાતું જળસંકટ 10  દિવસે એક વખત અપાતું પાણી 1 - image


ઓખા, તા. 13 મે, 2020, બુધવાર

ઓખા નગરપાલીકા હેઠળ  આવતા અને દરિયાની વચ્ચે આવેલા બેટ દ્વારકામાં આઠ હજારથી વધારેની માનવવસ્તીને પીવાના પાણીની ગંભીરકટોકટી અંગે આશરે દસ દિવસ કે તેથી વધુ સમયમાં એકાદ વખત જ પાણીનું વિતરણ થતું હોવાની ફરીયાદ ઉટી છે. કોરોના સંદર્ભે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરાયેલા બેટ દ્વારકામાં પીવાના પાણીની સમસ્યા પણ વિકરાળ બની હોઈ લોકો હેરાન થઈ ગયા છે.

ઓખા નગરપાલીકા કાર્યક્ષેત્રમાં આવતાં બેટ દ્વારકા ગામમાં લગભગ કાયમી ધોરણે પીવાના પાણીની સમસ્યા જેવા મળે છે. અને ઓખા નગરપાલીકામાં કોઈપણ પક્ષનું શાસન હોય અહીના પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ આજદિન સુધી કરી શકાયો નથી. દર વર્ષે અહી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી હોય છે ત્યારે આ વર્ષે કોરોનાના કપરા કાળમાં જયારે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરાયેલ હોય ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ હોય પીવાના પાણીની પ્રાથમિકજરૂરીયાત મુદ્દે પણ તંત્ર ઢીલાશ ધરાવતું હોય હાલ દસેક દિવસે પાણી વિતરણ કરાતાં ગ્રામજનો મે માસના ધોમધખતા તાપમાં ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

બેટ દ્વારકામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે ચીફ ઓફીસરે બેટમાં હાલમાં પાણી વિતરણમાં વિલંબ થાય છે તેનો સ્વિકાર કર્યો હતો. આ સાથે પાણી વિતરણમાં થતા વિલંબ માટે પાણીની લાઈનમાં ભંગાણ પડયું હોય સમસ્યા સર્જાી હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે આધારભુત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પાણી વિતરણની ડબલ લાઈન પૈકી એક લાઈન બહુ લાંબા સમયતી ખરાબ છે. જયારે ગોરીજા સમ્પમાંથી વાયા શામળાસર થઈ બેટ પહોંચતી એકમાત્ર ચાલુ લાઈનમાં પણ અવાર નવાર ભંગાણો પડતા હોય સમસ્યા વકરે છે.

બેટ દ્વારકામાં હાલ કન્ટેન્ટમેન્ટ એરીયા ઘોષિત કરાયો હોય દસ દિવસે મળતાં પાણી સ્થાનીકોને પુરૂં પડતું નથી તેની સામે સ્થાનીક પીવાના કૂવા તળાવ વગેરેનો પણ  ઉપયોગ કરવો શકય ન હોય મે મહિનાના અસહ્ય ગરમીના સમયમાં પાણી વિહોણા તરસ્યા રહેવા બેટની પ્રજા મજબૂર બની છે. પાણીની લાઈનમાં કથિત ભંગાણની સામે તંત્ર દ્વારા બેટવાસીઓની પીવાના પાણીની પ્રાથમિક સમસ્યા માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે

Tags :