Get The App

ભગવાન દ્વારકાધીશને આજે અખાત્રીજનાં પાવન અવસરે ચંદનનો મનમોહક શૃંગાર

- કોરોના લોકડાઉનનાં કારણે બંધ દ્વારે થશે અક્ષય તૃતીયાની ઉજવણી

- ઉનાળાના આકરા તાપમાં ગરમીમાં રાહત રહે તે માટે અષાઢી એકમ સુધી પુષ્પ શૃંગાર કરવામાં આવશે.

Updated: Apr 25th, 2020

GS TEAM

Google News
Google News
ભગવાન દ્વારકાધીશને આજે અખાત્રીજનાં પાવન અવસરે ચંદનનો મનમોહક શૃંગાર 1 - image

દ્વારકા, તા.25 એપ્રિલ, 2020, શનિવાર

 યાત્રાધામ દ્વારકા સ્થિત જગત મંદિર હાલમાં કોરોના વાયરસની મહામારી લીધે શ્રધ્ધળુઓ માટે બંધ છે, પણ ભગવાન શ્રી દ્વારકાનીશજીને આવતીકાલે અખાત્રીજનાં પાવન અવસરે પરંપરાગત રીતે બંધ દ્વારે અલભ્ય શૃંગાર કરીને લાડ લડાવામાં આવશે.

ઉનાળાની ઋતુ હોવાથી પરંતરાગત રીતે શ્રીજીને કેરી-શિખંડ જેવા ઠંડા વ્યંજનોનો ધરાશે ભોગ

ભગવાન શ્રી દ્વારકાનીશજીને આવતીકાલે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજે ચંદનના વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે. ભગવાન દ્વારકાધીશ તેમજ અન્ય વૈષ્ણવ સંપ્રદાયોના મંદિરમાં ગરમીની મોસમમાં વધુ સારી સુખાકારીમાં પ્રભુ રહે તેવી ભાવનાથી પુજારીઓ દ્વારા ચંદન લેપ કરી ચંદન વાઘાના સુંદર મનમોહક શૃંગાર કરવામાં આવશે. એ રીતે ચંદન શૃંગાર બાદ શ્રીજીને વિશેષ ભોગ ધરાવામાં આવશે. જેમાં પ્રભુને કેરીનો મુરબ્બો, ચણાની મીઠી દાળ, મગની ખારી  દાળ, કેરી, કેરીનો રસ, શિખંડ જેવા ઠંડક આપે તેવા વ્યંજનો ધરાવવામાં આવશે. અખાત્રીજના ઉત્સવ નિમિતે બપોરે શ્રીજીની વિશેષ આરતી કરવામાં આવશે.

  અખાત્રીજથી રથયાત્રા સુધી શ્રીજીને સવારના શૃંગારમાં ડબલ પિછોડાબંધ પરધની ધોતી, ઉપરણા તથા મલ્લકાછ ઉષ્ણકાલીન શૃંગાર કરવામાં આવશે. આ સાથે મોતી, છીપ, ચંદન વગેરે અલંકાર ધરાવવામાં આવશે. શ્રીજીને પીછવાઇ વગેરેમાં ખસની સાદડી બાંધી તેમાં જલનો છંટકાવ કરી સુખાકારીનો ભાવ કરવામાં આવશે. સાંજના ૭ વાગ્યે તિથી મુજબની પરંપરા અનુસાર ડોલર, જુઇ, ચમેલી, મોગરા વગેરે પુષ્પોનો શૃંગાર કરવામાં આવશે. આ સાથે શ્રીજીને ઉનાળાના આકરા તાપમાં ગરમીમાં રાહત રહે તે માટે અષાઢી એકમ સુધી પુષ્પ શૃંગાર કરવામાં આવશે.


Tags :