For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે રેતશિલ્પ કલાની ઉત્કૃષ્ટ કૃતિ નિહાળી તમિલ પરિવારો રોમાંચિત

Updated: Apr 21st, 2023


શિવરાજપુર બીચ ઉપર દ્વારકાધીશ મંદિર, તિરૂપતિ બાલાજીનાં રેતશિલ્પ : દરિયાકાંઠા પર વોલીબોલ, રસ્સા ખેંચ, હેન્ડબોલ, મ્યુઝિકલ ચેર જેવી રમતોમાં સૌરાષ્ટ્રીયન તામિલ સામેલ થયા: પૌરાણિક મંદિરો નિહાળી મહેમાનો મંત્રમુગ્ધ

ખંભાળિયા, પોરબંદર, : સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમારોહનાં ઉપક્રમે દ્વારકા નજીક બ્લુફલેગ બીચ તરીકે દેશમાં જાણીતા શિવરાજપુરના સમુદ્ર કાંઠે તામિલનાડુના સૌરાષ્ટ્રીયન પરીવારો માટે ભાતીગળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીચ ઉપર હેન્ડબોલ, બીચ વોલીબોલ, કોકોનેટ થ્રો , ડોજ બોલ, મ્યુઝિકલ ચેર અને રસ્સાખેંચ જેવી રમતોમાં તામિલ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ અહી દરિયાકાંઠે રેત શિલ્પની વિશિષ્ટ કૃતિઓ નિહાળી ભાવવિભોર બની ગયા હતાં.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે આજરોજ શિવરાજપુર બીચ ખાતે બીચના દરિયા કાંઠે 'બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ' અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગઈકાલે બુધવારે શિવરાજપુરનાં રમણીય દરિયાકાંઠે પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા રમતો થકી પણ તમિલનાડુ અને ગુજરાતના લોકો એકબીજાની વધુ નજીક આવે, સંસ્કૃતિ- ભાષા, ભોજનનું આદાન પ્રદાન કરી શકે તે માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થવાનું હતું.

આ આયોજનની સમિક્ષા અર્થે પ્રવાસન મંત્રી અને શિવરાજપુર બીચની મુલાકાત લઈ, જે-તે વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દરિયાકાંઠે રેતશિલ્પ મહોત્સવમાં રેત શિલ્પકારો દ્વારા બનાવેલી આકર્ષક કૃતિઓ જેવી કે, એક ભારત શ્રેષ્ઠ  ભારતના સૂત્રને સાર્થક કરતું સૌરાષ્ટ્ર - તમિલ સંગમનું રેત ચિત્ર, તિરૂપતિ બાલાજી, દ્વારકાધીશ મંદિર, કીપ ધ બીચ ક્લીન સહિતના રેત ચિત્ર નિહાળ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, કોકોનેટ થ્રો, ડોજ બોલ, મ્યુઝિકલ ચેર, ફૂટબોલ, રસ્સા ખેંચ જેવી જુદી જુદી રમતો નિહાળી હતી. 

આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શિવરાજપુર બીચ ખાતે હાલ પ્રથમ ફેઝનું કાર્ય પ્રગતિ હેઠળ છે. કુદરતના અદભૂત સૌંદર્યનાને માણવા નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં દેશ - વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે કચ્છના રણોત્સવની જેમ શિવરાજપુરને પણ વિકસાવાશે, રેત શિલ્પકલા નિહાળતા શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, રેતીમાં ચિત્ર સ્વરૂપે કલાને કંડારવી એ ખુબ જ કઠિન કાર્ય છે. લુપ્ત થતી લલિત કલાઓને જીવંત રાખવા સરકાર દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો પણ ગુજરાતી ભાષા શીખી શકે તે માટે લેંગ્વેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. દ્વારકા પોરબંદર સહિતનાં વિસ્તારોમાં આવેલા પૌરાણિક મંદિરો નિહાળી તામિલ પરિવારો ભાવવિભોર બની ગયા હતાં.

Gujarat