Get The App

દ્વારકામાં પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી, મારી નાખવાની ધમકી

- રેતી ભરેલું ટ્રેક્ટર અટકાવ્યાનો ખાર રાખી કહ્યું, માથે ટ્રેક્ટર ફેરવી દેશું

- ફરજમાં રુકાવટની ફરિયાદ, ૩ની ધરપકડ

Updated: Dec 1st, 2020

GS TEAM

Google News
Google News
દ્વારકામાં પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી, મારી નાખવાની ધમકી 1 - image

ખંભાળિયા, તા. 01 ડિસેમ્બર 2020, મંગળવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેતી ભરીને જતા એક ટ્રેક્ટરને એક પોલીસ કોન્સ્ટેબલએ અટકાવતા ચાર શખ્સોએ એનો કાંઠલો પકડી, ફડાકા ઝીંકીને મારી નાખવાની ધમકી આપી હતી.

દ્વારકા પોલીસ મથકના કોન્સ્ટેબલ મશરીભાઈ છૂછર ગઈ કાલે સોમવારે તેમની ફરજ પર હતા ત્યારે દ્વારકાથી આશરે આઠ કિલોમીટર દૂર બરડીયા ગામની સીમમાં દરિયાકિનારા પાસેથી પસાર થતા રેતી ભરેલા એક ટ્રેક્ટરને તેમણે અટકાવ્યું હતું.

પોલીસ કર્મચારી કંઈ કાર્યવાહી કરે તે પહેલાં ચાલકે ટ્રેકટરમાં રહેલી રેતી એક વાડી પાસે ખાલી કરી નાખી હતી. આ બાબતની જાણ થતાં બરડીયા ગામના રામભા પબાભા નયાણી (ઉ.વ. 20), મેરુભા દેવુભા કારા (ઉ.વ. 33), સાજણભા દેવુભા કારા (ઉ.વ. 36) અને દેવુભા જીવણભા કારા નામના ચાર શખ્સો પોલીસ કર્મચારી પાસે ધસી ગયા હતા.

આરોપી રામભાએ પોલીસ કર્મચારીનો કાંઠલો પકડીને ગાલ ઉપર ફડાકા ઝીંકી દીધા હતા. શખ્સોએ કોન્સ્ટેબલને હવે પછી જો બરડીયા વિસ્તારમાં આવશે તો તને જાનથી મારી નાખીશું અથવા ટ્રેક્ટર માથેથી ફેરવી દેવાની ધમકી આપીને ફરજમાં રુકાવટ કરી હતી. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને આરોપી રામભા, મેરૂભા અને સાજણભાની અટકાયત કરી હતી.