મીઠાપુરના ગઢેચી ગામે જમીન બાબતે સાત શખ્સો દ્વારા યુવાન પર હુમલો
- રાયોટિંગ તથા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
જામ ખંભાળિયા, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
મીઠાપુર તાબેના ગઢેચી ગામની સીમમાં રહેતા મોમૈયાભા વેરશીભા માણેક નામના ચાલીસ વર્ષના યુવાનના ઘરે આવી, પૂર્વયોજિત કાવતરું રચી, આ જ ગામના મીયાભા હઘુભા, કરમાણભા, અજુભા વીઘાભા, દેવુભા વિધાભા, હરિયભા પૂંજાભા, દીપકભા નાવિનભા, અને દીપકભા ગગુભા નામના સાત શખ્સો કુહાડી, પાઈપ તથા લાકડીઓ વડે ધસી આવ્યા હતા.
ગેરકાયદેસર મંડળી રચીને હથિયારો સાથે આવેલા આ શખ્સોએ ફરિયાદી મોમૈયાભાની જગ્યામાં ગુનાઈત રીતે પ્રવેશ કર્યું હતું અને ફરિયાદી તથા તેમના પરિવારજનોને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત કુહાડી, પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઇજાઓ કર્યાની ફેક્ચર કરી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ફરિયાદી મોમૈયાભા તથા આરોપીઓના પરિવારજનો વચ્ચે જમીન બાબતનું જુનુ મનદુઃખ ચાલી રહ્યું હોય, આ બાબતનો ખાર રાખી આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે સાથે શખ્સો સામે રાયોટીંગની ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.