ઓખાની 108 ઈમર્જન્સી બોટ છ દિવસથી બંધ
- યાંત્રિક ખામી બાદ રીપેરીંગમાં આળસ
બેટ દ્વારકા સહિતનાં દરિયાઈ વિસ્તારનાં લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા ચાલુ કરવા માંગ
ઓખા, તા. 16 જુલાઈ, 2020, ગુરૂવાર
ઓખની ૧૦૮ ઈમરજન્સી બોટ છ દિવસથી બંધ પડી જતાં બેટ સહિતના રીમોટ એરીયાના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી તાકિદે બોટ કાર્યરત કરવા માંગણી ઉઠી છે.
ઓખા બેટ દ્વારકા તેમજ આસપાસના વિસ્તારોમાં આકસ્મિક તબીબી સહાય માટે તોડા સમય પહેલાં રાજય સરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી બોટ ફાળવવામાં આવી હતી.જેના કારણે બેટ દ્વારકાના દસેક હજારની વસ્તી તેમજ આસપાસના દરીયાઈ રીમોટ વિસ્તારમાં આકસ્મિક જરૂરીયાતવાળા દર્દીઓને આશીર્વાદરૂપ સેવા બ ની હતી. જો કે હાલમાં છેલ્લાં છ દિવસથી યાંત્રિક ખામીના કારણે બંધ થતાં બેટ દ્વારકા અને આસપાસના વિસ્તારના ઈમરજન્સીની જરૂરીયાતવાળા દર્દીઓને વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડેપ્યુટી મીકેનીકલ એકઝી. ઈજનેરને પૂછતાં તેઓએ ૧૦ જુલાઈથી બોટમાં હોર્સપાઈપ બદલાવવા જેવી સામાન્ય યાંત્રિક ખામી હોવાના લીધે અને હજુ સુધી રીપેર ન કરાયું હોવાના લીધે અકસ્મિક સેવા બંધ હોવાનું કબૂલ્યું હતું.