Get The App

દ્વારકાધીશ મંદિરના શિખર પર વીજળી પડી, ધ્વજા ખંડિત

- ભારે ગાજવીજ, તોફાની પવન સાથે વીજળીના ચમકારા

Updated: Jul 13th, 2021

GS TEAM

Google News
Google News
દ્વારકાધીશ મંદિરના શિખર પર વીજળી પડી, ધ્વજા ખંડિત 1 - image

- કોપરના વાયરનું અર્થીંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનની અંદર ઉતરી ગઇ, સાડા ત્રણ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબોળ

દ્વારકા


દેશ-દુનિયામાં  જગત મંદિર તરીકે જાણીતા એવા જગ વિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર આજે બપોરે ગાજ વીજ સાથે વીજળી પડી હતી. ભારે પવન અને વરસાદી માહોલમાં  મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડતા ધ્વજા ખંડિત થઇ હતી. અલબત એ સિવાય બીજુ કોઇ નુકશાન મંદિરને થયું ન્હોતું. મંદિરના શિખર ધ્વજ ઉપર વીજ નિયંત્રણ માટે કોપર વાયર લગાવવામાં આવ્યા હોવાથી વીજળીનો કરંટ સડસડાટ જમીનમાં ઉતરી ગયો હતો. 

દ્વારકામાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગનો પ્રારંભ થતાં ચારે બાજુ શેરીઓમાં જળબંબોળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માત્ર એક કલાકના સમયગાળામાં જ મેઘરાજાએ ત્રણ ઇંચ જેટલો  વરસાદ વરસાવી દીધો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે ગાજવીજ અને જોરદાર પવન ફુકાવવા લાગ્યા બાદ દ્વારકાધીશ મંદિર ઉપર વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડતા કોપરના અર્થીંગ વાયર મારફતે સડસડાટ જમીનમાં ઉતરી જતા મોટુ નુકશાન થતું અટકયું હતું. મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે, દ્વારકામાં મેઘરાજાની પધરામણી સાથે આજે વીજળી મંદિરના શિખર ધ્વજ ઉપર ત્રાટકી હતી પરંતુ મોટુ નુકશાન થયું નથી. માત્ર ચારે બાજુ ફરફરતી ધજા ખંડિત થઇ છે

દ્વારકામાં આજે એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ગામના અનેક વિસ્તારોમાં  પાણી ભરાઇ ગયા હતા. મોડી સાંજે પણ  આકાશમાં મેઘાવી માહોલ યથાવત રહ્યો હતો. મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડી હોવાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. સદનશીબે કોઇ પ્રકારનું મંદિર શંકુલને નુકશાન નહી થતાં દ્વારકાધીશ પ્રત્યે શ્રધ્ધાનો ભાવ અતુટ બની રહ્યો હતો.

Tags :