Get The App

દ્વારકાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુફ્લેગ સર્ટિફિકેટ

- ગોવાથી પણ વધુ ચોખ્ખો બીચ

Updated: Oct 13th, 2020

GS TEAM

Google News
Google News
દ્વારકાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુફ્લેગ સર્ટિફિકેટ 1 - image


દેવભૂમિ દ્વારકા, તા. 13 ઓક્ટોબર 2020 મંગળવાર 

ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે. 

આ બીચમાં શિવરાજપુર (દ્વારકા), ઘોઘલા(દીવ), કાસરકોડ અને પડુબિદરી (કર્ણાટક), કપ્પડ(કેરળ), ઋષિકોંડા(આંધ્રપ્રદેશ), ગોલ્ડન બીચ (પૂરી, ઓડિશા) અને રાધાનગર (અંદામાન નિકોબાર)નો સમાવેશ થાય છે. 

બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે.

રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આવેલો છે. 

અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે.

Tags :