દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર
દ્વારકા, તા.8 જુન 2020, સોમવાર
યાત્રાધામ દ્વારકાનું જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર સોમવારે વેહેલી સવારે ખુલ્યાની સાથે જ ભાવિકો "જય દ્વારકાધીશ"ના નાદ સાથે તુલસીની માળા અને ફુલ, હાર, પ્રસાદી લઇ મંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા.
તંત્ર દ્વારા ભક્તોને થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝ કરીને સોશ્યલ ડીસ્ટન્ટ જાળવીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સવારથી સાંજ સુધી સેકંડો ભક્તો શ્રીજીના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. પરિસરમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. દ્વારકાધીશ મંદિર આસપાસના વેપારીઓના ધંધા ખુલતા વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.