દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 668 વ્યક્તિઓના કોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ
- માત્ર એક જ વ્યક્તિ હોમ કોરોન્ટાઈનમાં
ખંભાળિયા, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. જ્યારે અન્ય મોટા શહેરોની સરખામણીમાં કહી શકાય તેમ આ જિલ્લામાં કોરોના વાયરસ ની બીમારી સંદર્ભે શંકાસ્પદ જણાતા લોકોના ટેસ્ટની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે.
આ બાબતે સ્થાનિક આગેવાનો, જાણકારોમાં પણ ચિંતા સાથે ચર્ચાનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિમાં તાજેતરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 101 એક વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે ગઈકાલે બુધવારે કોરોના અંગે વધુ છ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા તેઓના રિપોર્ટ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલ્યા છે. તેનો રિપોર્ટ સંભવતઃ આજે સાંજ સુધીમાં આવી જશે.
આ સહિત આજ સુધી માં 144 ટેસ્ટ થયા છે. આ ઉપરાંત અહીના આઇસોલેશન વોર્ડમાં બે તથા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આ જિલ્લાની એક વ્યક્તિને હાલ દાખલ કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 668 વ્યક્તિઓના કોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા છે જ્યારે આજ સુધી માત્ર એક જ વ્યક્તિ હોમ કોરોન્ટાઈનમાં છે.