Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા નજીક યાત્રાળુ ભરેલું ટેમ્પો ટ્રાવેલર પલટી, 12 મુસાફરો ઈજાગ્રસ્ત

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા-જામનગર હાઈવે પર જાખર ગામ નજીક વહેલી સવારે 6 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અમદાવાદથી દ્વારકા દર્શને જઈ રહેલું ટેમ્પો ટ્રાવેલર ચાલકે કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગયું. આ ઘટનામાં 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. 108 દ્વારા તમામને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા નજીક યાત્રાળુ ભરેલું ટેમ્પો ટ્રાવેલર પલટી, 12 મુસાફરો ઈજાગ્રસ્ત

Devbhumi Dwarka Accident: ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આજે (19મી ઓક્ટોબર) વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલું મુસાફરો ભરેલું ટેમ્પો ટ્રાવેલર અચાનક ચાલકના કાબૂ બહાર જતાં રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં આશરે 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

વહેલી સવારે 6 વાગ્યે સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, ખંભાળિયા-જામનગર હાઈવે પર જાખર ગામના પાટીયા નજીક આજે સવારે આશરે 6 વાગ્યે ટેમ્પો ટ્રાવેલર વાહન પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો રોડની નીચે ખાબક્યો હતો અને પલટી મારી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 12 મુસાફરોને ત્વરિત પ્રાથમિક સારવાર આપીને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ તમામ યાત્રાળુઓ અમદાવાદથી દ્વારકા જગત મંદિર દર્શન અર્થે જઈ રહ્યા હતા.