દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 39 સામે જાહેરનામા ભંગનો ગુનો
ખંભાળિયા, તા. 12 મે 2020, મંગળવાર
લોકડાઉન-૩નો સમય ગાળો હવે પૂરો થવા આડે હવે ૫ દિવસ રહ્યા છે. લોકો પણ હવે ઘરમાં બંધ રહીને કંટાળી રહ્યા છે. બીજી બાજું કેટલાક લોકો કોઈ ને કોઈ બહાને બહાર લટાર મારવા નીકળી પડે છે, જેમની સામે પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોરોના સંદર્ભે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ 7 શખ્સો સામે જ્યારે તાલુકાના વાડીનાર ગામે 2 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઉપરાંત દ્વારકા તાલુકામાં 6, ઓખામાં 5, ભાણવડમાં 7 અને કલ્યાણપુરમાં ૫ શખ્સો સામે જાહેરનામા ભંગના ગુના હેઠળ સ્થાનિક પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.