Get The App

સલાયામાં કોરોના પોઝિટિવ કેસને પગલે બજાર સજ્જડ બંધ

- જામનગર-ખંભાળિયાથી અનાજ, શાકભાજી માટેની વ્યવસ્થા

- અજમેરથી આવેલા 10 લોકોના પ્રવેશમાં સરકારી ગાઈડલાઈનનો ભંગ થયાની રાવ

Updated: May 5th, 2020

GS TEAM

Google News
Google News
સલાયામાં કોરોના પોઝિટિવ કેસને પગલે બજાર સજ્જડ બંધ 1 - image


સલાયા, તા.05 માર્ચ 2020, મંગળવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં મદની ચોક વિસ્તાર વોર્ડ-૩માં અજમેરથી આવેલા એક મહિલા(ઉ.વ.૪૯)ને કોરોના પોઝિટિવ આવતાં શહેરમાં સજ્જડબંધનો માહોલ છવાયો છે. મદની ચોકની ૩ હજારની વસતીનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયો છે. શહેરના ૯ પૈકી દરેક વોર્ડમાં અનાજ-કરિયાણાની બબ્બે દુકાનો ખૂલી રહે એ માટે પોલીસ તથા વેપારી મંડળના આગેવાનોએ જાતે મુલાકાત લઈને દરેક દુકાનદારને સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધી દુકાન ખૂલી રાખવા સમજાવ્યા હતા. 

શહેરીજનો તેમ જ દુકાનદારોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્કનો ઉપયોગ કરવા તાકીદ કરી હતી. વેપારીઓએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો મેળવવા પડતી મુશ્કેલીની રાવ કરતાં પોલીસે તાત્કાલિક જામનગરથી ૧ ટ્રક અનાજ, ખંભાળિયાથી ૫ છકડા રિક્સા શાકભાજી તથા પરચૂરણ માલ સામાનના આવે એવી સૂચના આપી હતી. 

બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં અજમેરથી ૧૦ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો એમાં ૩ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રેડ ઝોન કે અન્ય  જિલ્લા કે રાજ્યમાંથી આવતા લોકોએ ૭ દિવસ સરકારી આઈસોલેશનમાં રહેવું પડે,  ત્યાર બાદ રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેમના નિવાસસ્થાને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન રાખવામાં આવે. આવી સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં માત્ર ૧ દિવસની આરોગ્ય ચકાસણી બાદ ૧૦ પૈકી ૧મહિલાને સલાયા આવી અને ૭ લોકો બેટ દ્વારકા પહોંચી ગયા હતા. આ મામલે જવાબદારો સામે પગલાં લેવાની માગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. 

Tags :