રાવલ ગામે ઘરમાં બીડી તમાકુનું વેચાણ કરતા બે શખ્સો સામે ગુનો
જામખંભાળિયા, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા હીરાભાઈ મેરામણભાઈ વાઘેલા તથા રમેશ લખુભાઈ બારીયા નામના બે શખ્સોએ તેમના રહેણાંક મકાનમાં આવેલી ઓસરીમાં વિવિધ પ્રકારની બીડીઓ તથા તમાકુ, ગુટકા વીગેરેનું વેચાણ કરતો હોવાનું સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યું હતું.
આથી પોલીસે આ સ્થળે દરોડો પાડી 59 નંગ જુદી જુદી કંપનીના તમાકુના ટીન તથા સતર બાંધા બીડી તથા સોપારી, જુનો વિગેરેનો મોટા પ્રમાણમાં માલ સામાન કબ્જે કર્યો હતો. આ સાથે માલ સામાન વેચાણના રુ. 1400/- મળી, કુલ રૂ. 17,335/- નો મુદ્દામાલ કબ્જે કરી, જાહેરનામા ભંગ સબબની કાર્યવાહી હાથ ધરી છે.