Get The App

ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં એસ.ઓ.જી પોલીસ દ્વારા વધુ એક શખ્સને સુરતથી દબોચી લેવાયો

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં એસ.ઓ.જી પોલીસ દ્વારા વધુ એક શખ્સને સુરતથી દબોચી લેવાયો 1 - image


દેવભૂમિ દ્વારકા, તા. 31 જુલાઈ 2020 શુક્રવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રહેતા અને તબીબી વ્યવસાય કરતા એક ડોક્ટર સાથે આજથી આશરે પાંચેક માસ પૂર્વે તબીબી ઉપકરણો, માસ્ક વિગેરેના મોટા પ્રમાણમાં ઓનલાઈન ઓર્ડર લઇ, રૂ. 74 લાખ, 57 હજાર જેટલી રકમ એકાઉન્ટમાં મેળવીને તબીબને ઉપરોક્ત માલસામાન ન મોકલી, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવવા આશરે દોઢેક માસ પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.

આ પ્રકરણ અંગે પોલીસ દ્વારા થોડા સમય પૂર્વે આ પ્રકરણમાં પૈસા મેળવનાર અંકલેશ્વરના નરેન્દ્ર બાલુભાઈ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી લઈ, સાત દિવસના રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કર્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે વધુ કેટલીક કળીઓ મેળવી, મુખ્ય આરોપીઓને બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર આરોપી પરીમલ ઉર્ફે પીન્ટુ બલરાજસિંહ નરશીરાજ રાજ નામના મૂળ અમદાવાદના અને હાલ સુરત રહેતા યુવાને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે ઝડપી લીધો હતો. આ શખ્સના કોરોના ટેસ્ટ બાદ પોલીસે તેની વિધિવત રીતે ધરપકડ કરી, ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે.

Tags :