ભાજપે હનુમાન ચાલીસાની જેમ બનાવી 'મોદી આરતી'
- સોનુના વખાણ કરવા જતાં સ્મૃતિ ભેરવાઈ ગયાં
ભાજપે હનુમાન ચાલીસાની જેમ બનાવી 'મોદી આરતી'
નવીદિલ્હી, તા.૨૪
ઉત્તરાખંડમાં ભાજપે નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ કરવા બનાવેલી 'મોદી આરતી' અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. 'હનુમાન ચાલીસા'ની નકલ કરીને બનાવાયેલી આ આરતી શનિવારે ઉત્તરાખંડના હાયર એજ્યુકેશન મિનિસ્ટર ધાનસિંહ રાવતની હાજરીમાં મસૂરીના ધારાસભ્ય ગણેશ જોશીએ લોંચ કરી. મોદી લોકસભાની ચૂંટણીના આગલા દિવસે કેદારનાથની ગુફામાં ધ્યાન કરવા ગયા એ તસવીર સામે આરતી ગાઈને તેનું લોકાર્પણ કરાયું.
ડો. રેણુ પંતે લખેલી આ 'મોદી આરતી'ની શરૂઆત 'આરતી કીજૈ નરેન્દ્ર લલા કી, કોરોના દલન ગુજરાત કલા કી' પદથી શરૂ થાય છે. આ 'મોદી આરતી'માં રામમંદિર, સજકલ સ્ટ્રાઈક, કલમ ૩૭૦ની નાબૂદી દેવી સિધ્ધીઓનાં ગુણગાન ગવાયાં છે.
કોંગ્રેસે 'મોદી આરતી' દ્વારા મોદીને ભગવાન ગણાવીને હિંદુઓની ધામક લાગણીઓ દૂભાવાઈ હોવાનો આક્ષેપ કર્યોે છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ કટાક્ષ થઈ રહ્યા છે. વરસો પહેલાં લાલુ પ્રસાદ યાદવની પ્રસંશા માટે લાલુ ચાલીસા રચાયા ત્યારે ભાજપ મજાક ઉડાવતો હતો. હવે 'મોદી આરતી' દ્વારા મોદી લાલુની કક્ષામાં આવી ગયા એવો કટાક્ષ થઈ રહ્યો છે.
સોનુના વખાણ કરવા જતાં સ્મૃતિ ભેરવાઈ ગયાં
મોદી સરકારનાં પ્રધાન સ્મૃતિ ઈરાની અભિનેતા સોનુ સૂદનાં વખાણ કરવા જતાં લોકોની નારાજગીનો ભોગ બની ગયાં. સોનુ સૂદ છેલ્લા એક મહિનાથી પરપ્રાંતિય કામદારોને પોતાના ખર્ચે વતન મોકલી રહ્યા છે. સોનુ છેલ્લા એક મહિનામાં બે હજારથી વધારે કામદારોને બસોમાં વતન મોકલી ચૂક્યા છે. રાજ્યો પાસેથી મંજૂરી માગવાથી માંડીને પ્રવાસ દરમિયાન તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવા સુધીનાં કામ સૂદ એકલા હાથે કરે છે.
સ્મૃતિએ સોનુના આ કાર્યની જોરદાર પ્રસંશા કરી છે. સ્મૃતિએ લખ્યું કે, હું બે દાયકાથી સોનુને ઓળખું છંં અને આ મુશ્કેલીના સમયમાં તેમણે બતાવેલી દયા પર મને ગર્વ છે.
સ્મૃતિની આ કોમેન્ટ પછી લોકો સવાલ કરી રહ્યા છે કે, સોનુએ તો સારું કામ કર્યું પણ તમે શું કર્યું એ તો કહો ? સોનુ વ્યક્તિગત રીતે સેવા કરે છે પણ તમે પ્રધાન તરીકે કેટલાં લોકોને પોતાના વતન મોકલવામાં મદદ કરી ? લોકોએ સલાહ પણ આપી છે કે, બીજાંની સેવા પર ગર્વ અનુભવવાના બદલે પોતે પણ ગર્વ થાય એવું કશુંક કરો.
વિજયવર્ગીયે ભાજપ છોડી જનારને સાચા ગણાવ્યા
મધ્ય પ્રદેશમાં ભાજપ છોડી જનારા પ્રેમચંદ ગુડ્ડુની તરફદારી બદલ હાઈકમાન્ડે કૈલાશ વિજયવર્ગીયને ઠપકો આપ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ગુડ્ડુ ઉજ્જૈનના ભૂતપૂર્વ સાંસદ છે. સિંધિયા ભાજપમાં આવતાં ગુડ્ડુ પાછા કોંગ્રેસમાં જતા રહ્યા. સિંધિયાની અત્યંત નજીક મનાતા તુલસી સિલાવટ સામે ગુડ્ડુ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર લડવાના છે. ગુડ્ડુએ રાજીનામું આપતાં કહેલું કે, મેં સિંધિયાના કારણે કોંગ્રેસ છોડેલું ને હવે એ જ કારણે ભાજપ છોડું છું.
ગુડ્ડુને ભાજપમાં લઈ આવનારા વિજયવર્ગીયે નિવેદન કર્યું હતું કે, ગુડ્ડુને ભાજપમાં અપેક્ષા પ્રમાણે સન્માન ના મળ્યું અને તેમની ઉપેક્ષા પણ થઈ હતી પણ રાજકારણમાં કશું નક્કી નથી હોતું. ક્યારેક આવું પણ બનતું હોય છે.
વિજયવર્ગીયના નિવેદન સામે સિંધિયા ને શિવરાજ બંનેએ વાંધો લીધો હતો. વિજયવરગીય અમિત શાહની નજીક હોવાથી તેમની સામે બીજું કશું થઈ શકે તેમ નથી તેથી જે.પી. નડ્ડાએ વિજયવર્ગીયને ઠપકો આપી આ પ્રકારનાં નિવેદનોથી દૂર રહેવા આદેશ આપ્યો છે.
'ગર્લફ્રેન્ડ'ને મળવા જતાં ફસાયેલા ભાજપ નેતા સસ્પેન્ડ
ભાજપે હરિયાણાના કરનાલના નેતા ચંદર પ્રકાશ કથુરિયાને પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે સસ્પેન્શન માટે કોઈ કારણ નથી આપ્યું પણ કરનાલ ભાજપ પ્રમુખે સ્વીકાર્યું છે કે, કથુરીયાના ચારિત્ર્ય સામે સવાલો ઉઠતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા પડયા છે.
ભાજપમાં ચાલતી ઘૂસપૂસ પ્રમાણે, કથુરીયાને રંગીન મિજાજના કારણે તગેડી મૂકાયા છે. કથુરીયાનો એક વીડિયો થોડા દિવસ પહેલાં વાયરલ થયો હતો જેમાં કથુરીયા ચંદીગઢના સેક્ટર ૬૩ના એક એપાર્ટમેન્ટની બીજા માળની બાલ્કનીમાંથી સાડીની મદદથી નીચે ઉતરતા દેખાય છે. એ દરમિયાન નીચે પટકાતાં કથુરીયાને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટના લોકડાઉન વખતની છે. આ વીડિયોની વાત દિલ્હી સુધી પહોંચતાં કથુરીયાને તગેડી મૂકવાનું ફરમાન દિલ્હીથી છૂટયું હતું.
ભાજપનાં સૂત્રોના મતે, કથુરીયા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને મળવા માટે ગયા હતા. આ મહિલા તેમની 'ગર્લફ્રેન્ડ' હોવાની ચર્ચા છે. એ એપાર્ટમેન્ટમાં હતા ત્યારે જ બહારથી એપાર્ટમેન્ટમાં કોઈ આવી જતાં બચવા માટે કથુરીયાએ બાલ્કનીમાંથી કૂદીને ભાગવા પ્રયત્ન કર્યો હતો.
તિરૂપતિ મંદિર જમીન વિવાદમાં ભાજપે ઝંપલાવ્યું
જગવિખ્યાત તિરૂપતિ મંદિરના ટ્રસ્ટે પોતાની ૨૩ મિલકતો વેચવાનો નિર્ણય કર્યો તેની સામે ભાજપે બાંયો ચડાવી છે. ભાજપના આંધ્ર પ્રદેશ એકમે આ નિર્ણય સામે આંદોલન છેડવાની ચીમકી આપી છે ને બીજી તરફ કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે દખલગીરી કરવા કહ્યું છે.
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના ચેરમેનપદે વાયએસઆર કોંગ્રેસના નેતા વાય.એસ. સુબ્બારેડ્ડી છે. ભાજપનાં સૂત્રોના મતે, ટ્રસ્ટ આ મિલકતો સસ્તા ભાવે વાયએસઆરના નેતાઓને પધરાવીને રોકડી કરવાની પેરવીમાં છે. આ પહેલાં મંદિરમાંથી સોનાનાં ઘરેણાં અને મુગટ સહિતની ચીજો પણ આ રીતે ગાયબ કરી દેવાયાં હતાં.
ભાજપ હાઈકમાન્ડને પણ આ મુદ્દામાં રસ પડી ગયો છે કેમ કે આ મુદ્દો હિંદુ મંદિરો સાથે સંકળાયેલો છે. આંધ્રમાં ભાજપનો પ્રભાવ નથી પણ આ મુદ્દાને ચગાવીને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ બની શકે છે એવું ભાજપ હાઈકમાન્ડને લાગે છે. તિરૂપતિ દેશનું સૌથી ધનિક મંદિર છે તેથી તેના ટ્રસ્ટમાં ઘૂસવા માટે પણ ભાજપ મથે છે. આ મુદ્દો તેમાં મદદરૂપ બની શકે એવું લાગતાં હાઈકમાન્ડે પણ આ મુદ્દે રસ બતાવવા માંડયો છે.
***
ત્રણ દિવસ ઓફિસમાં, બે દિવસ ઘેરથી કામ
કેન્દ્ર સરકારના વિવિધ ૮૦ મંત્રાલયો અને વિભાગોની બહુમતી કોરોનાના પગલે, થોડા સમય સુધી ઘેરથી કામ કરવા માગે છે. સરકારના વહીવટી સુધારા અને લોક ફરિયાદ વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સિસ - (ઘછઇઁય્) એ કોરોનાના લીધે વર્ક-ફ્રોમ-હોમ ફ્રેમવર્ક માટે ઉપરોક્ત મંત્રાલયો અને વિભાગો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
પ્રતિભાવમાં, આ સૂચનોનો સમાવેશ થાય છે ઃ ત્રણ દિવસ ઓફિસમાં બેસીને કામ કરો, બે દિવસ ઘેરથી, બાળસંભાળ માટેની રજામાં ઘટાડો અને મેઇક ઇન ઇન્ડિયા લેપટોપ્સ. અનેક ગુપ્ત દસ્તાવેજોને દૂર (ઘેર)થી તપાસવા પડે એમ હોવાથી ઘછઇઁય્ સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલયના પ્રતિભાવની રાહ જોઇ રહ્યું છે. ઘછઇઁય્ના એક અધિકારીએ ઉપરોક્ત કાર્ય માટે, દુર્બોધ એવા ઓફિસના લેપટોપના ઉપયોગની ભલામણ કરી છે.
બિહારી કન્યાની પ્રશંસા બદલ ઇવાન્કાની ટીકા
દુર્બળ પિતાને સલામતપણે ઘેર પહોંચાડવા માટે ૧૨૦૦ કિલોમીટરનું સાયકલિંગ કરનાર બિહારની બહાદુર કન્યા જ્યોતિ કુમારીની સાહસપૂર્ણ ખુમારીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પે આવકાર્યા છે. એમણે ૧૫ વર્ષની બિહારી કન્યાની કામગીરીને ''ધૈર્ય અને પ્રેમની સુંદર મિસાલ'' ગણાવી છે. જો કે જમ્મુ અને કાશ્મિરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મક્કમ મનોબળ પ્રેરિત જ્યોતિનું સાયકલિંગ ભાગ્યે જ ઉલ્લેખનીય છે. એની ગરીબી અને મરણિયા થઇ જવું પડે એવી પરિસ્થિતિનો મહિમા થઇ રહ્યો છે. જાણે જ્યોતિએ ૧૨૦૦ કિલોમીટરનું અંતર એા રોમાંચ માટે કાપ્યું ના હોય ! એમ અબ્દુલ્લાએ ઉમેર્યું છે.
ઇન્ટરનેટ યુઝર્સ, થેન્ક્યુ
ઉત્તરખંડના રાજ્ય પરિવહન નિગમમાં બસચાલક તરીકે નોકરી કરતા દીદાર સિંઘ નાગપાલના ઓસ્ટ્રેલિયાવાસી પુત્ર રમણદીપનું માર્ગ અકસ્માતમાં મોત થયું. દીધરસિંઘે પુત્રના અંતિમ દર્શનની ઇચ્છા વ્યક્ત કરી એમના જ્યેષ્ઠ પુત્ર તરણદીપ પણ ઓસ્ટ્રેલિયામાં જ ભણે છે. એણે ફેસબૂક પર અપીલ કરી કે પોતે પોતાના ભાઇનો પાર્થિવ દેહ ભારત પાછો મકલવા માગે છે. અપીલના થોડા જ દિવસોમાં વિશ્વભરના અજાણ્યા પણ ઉદાર લોકોએ રાહતનો ધોધ વરસાવ્યો. લગભગ ૨૮.૮ લાખ રૂપિયા મોકલી આપ્યા. બરાબર જોઇએ એ કરતા બમણી રકમ ! રમણદીપનો પાર્થિવ દેહ એર ઇન્ડિયાના વિમાન મારફતે એના ઘેર પહોંચ્યો, નાગપાલે ઉત્તરાખંડમાં આવેલા એના વતનના ગામ બારી રાયમાં પુત્રના અંતિમ સંસ્કાર કર્યા.
- ઇન્દર સાહની